નવી દિલ્હી : મુંબઇથી ગોવા માટે શનિવારે દેશનાં પહેલા સ્વદેશી ક્રૂઝ આંગ્રીયાનો શુભારંભ કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર આ સમારંભમાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ આવ્યા હતા. શુભારંભ સમારંભ બાદ અમૃતા ફડણવીસે એવી હરકત કરી કે તેમની સાથે હાજર અધિકારીઓ થોડા સમય માટે ગભરાઇ ગયા હતા. અમૃતાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, આંગ્રીયા પર ઘણી ભીડ છે. આ દરમિયાન અમૃતા ફડણવીસ આ ક્રૂઝનાં અંતિમ છેડે બેસી જાય છે. તેમણે આવું માત્ર એક સેલ્ફી માટે કર્યું. 

વીડિયોમાં જોઇ શકાય છે કે સફેદ સલવાર સુટ પહેરીને ખુલ્લા વાળ સાથે અમૃતા ફડણવીસ ક્રુઝનાં અંતિમ છેડા સુધી પરાણે જાય છે અને ત્યાં બેસી જાય છે. તેમની પાછળ અધિકારીઓ પણ દોડતા દોડતા આવે છે અને તેમને ત્યાંથી ઉભા થવા માટેની ભલામણ કરે છે. જો કે અમૃતા તમામ અધિકારીઓની વિનંતીને નજર અંદાજ કરીને ત્યાં બેસી જ રહે છે. 

તે અધિકારીઓને પાછા હટી જવા કહે છે અને પોતાનો સ્માર્ટફોન કાઢીને ખતરનાક સેલ્ફી લેવા લાગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તે જે સ્થળ પર બેસીને સેલ્ફી લઇ રહ્યા હતા તે સુરક્ષાની દ્રષ્ટીએ ખુબ જ જોખમી છે. ત્યાં જવા માટેની કોઇ પણ વ્યક્તિને પરવાનગી નથી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઇ અને ગોવા વચ્ચે દેશનાં પહેલા સ્વદેશી ક્રૂઝનું સંચાલન શનિવારે ચાલુ થયું છે. તેમાં 6 બાર, બે રેસ્ટોરન્ટ અને એક સ્વિમિંગ પુલ, વાંચવા માટે એક રૂમ અને એક સ્પા છે. સાથે જ તેમાં 104 રૂમ છે. ક્રૂઝ પર 400 યાત્રીઓ અને 70 ક્રૂ મેંબરોને રહેવાની ક્ષમતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ક્રૂઝથી મુંબઇથી ગોવા પહોંચવામાં 14 કલાકનો સમય લાગશે.