જમ્મુ : ભારતુય વાયુસેના (IAF)ના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન પોતાનાં સાથીઓ સાથે જોવા મળી રહ્યા છે. ભારતીય વાયુસેનાનાં આ જવાનોએ અભિનંદન સાથે તસ્વીરો લેવાઇ અને ભારત માતા કી જયનાં નારા પણ લગાવ્યા. આ દરમિયાન અભિનંદન વર્તમાને પોતાનાં સાથીઓને જણાવ્યું કે, આ તસ્વીરો જે તમે  લઇ રહ્યા છો તે તેમારા પરિવારો માટે છે. તમે તેમને જણાવજો કે તેમની દુવાઓનાં કારણે મારી તબિયત સારી થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Indian Oil માં બંપર ભરતી, 60 હજારથી શરૂ થશે પગાર

સુરક્ષાના કારણોથી શ્રીનગર એરબેઝથી ટ્રાન્સફર
વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન આ વીડિયોમાં કહેતા જોવા મળી રહ્યા છે કે ઘણા બધા લોકોએ મારા ઝડપથી સ્વસ્થ થવા અંગે પ્રાર્થના કરી. તમે લોકોનાં પરિવાર પણ તેઓ જોડાયા છે. તમે મારી આ તસ્વીર તેમને દેખાડીને મારો આભાર કહેજો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેએ અભિનંદનને સુરક્ષાના કારણોથી શ્રીનગર એરબેઝથી ટ્રાન્સફર કરી દીધું છે. અભિનંદનને શ્રીનગર એરબેઝથી ટ્રાન્સફર કરવા પાછળનું મુખ્યકારણ કાશ્મીર ખીણમાં અભિનંદનની સુરક્ષા મુદ્દે તેને ટ્રાન્સફર કર્યા છે. અભિનંદન વર્તમાનને વેસ્ટર્ન સેક્ટરનાં કોઇ મહત્વનાં એબેઝ પર મોકલવામાં આવ્યા છે. 


પાંચમા તબક્કાનો ચૂંટણી પ્રચાર પુર્ણ, રાજનાથ, સોનિયા, રાહુલના ભાગ્યનો નિર્ણય


VIDEO: ભાજપ અધ્યક્ષ અમિત શાહના ગઢમાં રોડ શો, अबकी बार अमेठी हमार


જૈશના આતંકવાદીઓની ધમકીઓ મળી રહી હતી
ઉલ્લેખનીય છે કે, જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા અભિનંદન મુદ્દે સતત ધમકીઓ મળી રહી છે. અભિનંદને રજા દરમિયાન પોતાનાં ઘરે જવાના બદલે શ્રીનગરમાં જ પોતાના સ્કવોર્ડનમાં રોકાવાનો નિર્ણય લીધો હતો. અભિનંદન પોતાનાં પરિવાર સાથે શ્રીનગર સ્કવોર્ડનમાં રહ્યા હતા.