નવી દિલ્હીઃ આગામી વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે. ચૂંટણી પંચની ટીમ ગુરૂવારથી હિમાચલ પ્રદેશ અને ગુજરાતનો પ્રવાસ કરશે અને બંને રાજ્યોમાં ચૂંટણી વ્યવસ્થાની તૈયારીનું નિરીક્ષણ કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે હિમાચલ પ્રદેશના ત્રણ દિવસના પ્રવાસે જઈ રહ્યાં છે. તે રાજ્યના સર્વોચ્ચ અધિકારીઓને મળીને તૈયારીઓની સમીક્ષા કરશે અને તે નક્કી કરશે કે ચૂંટણી સૂચારુ રૂપથી સંપન્ન થઈ શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે કુમાર અને પાંડે સોમવારે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ ક્રમશઃ 8 જાન્યુઆરી 2023 અને 23 ફેબ્રુઆરી 2023ના સમાપ્ત થશે અને પંચ ગમે તે સમયે પાંચ વર્ષનો કાર્યકાળ સમાપ્ત થવાના છ મહિનાની અંદર ગમે ત્યારે ચૂંટણી કરાવી શકે છે. 


આ પણ વાંચોઃ ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ બન્યા તો કોને મળશે રાજસ્થાનની કમાન? CM એ પોતે આપ્યો જવાબ


ચૂંટણી પંચ માટે ચૂંટણીની જાહેરાત કરતા પહેલા સંબંધિત રાજ્યોનો પ્રવાસ કરવો સામાન્ય વાત છે. વર્ષ 2017માં હિમાચલ પ્રદેશમાં નવ નવેમ્બરે મતદાન થયું હતું, જ્યારે ગુજરાતમાં બે તબક્કામાં (9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરે) મતદાન કરાવવામાં આવ્યું હતું. 


છેલ્લા પાંચ વર્ષમાં ઘણા કોંગ્રેસ નેતા ભાજપમાં સામેલ થયા છે. તો આમ આદમી પાર્ટી દેશમાં પોતાની હાજરી વધારવાની યોજના હેઠળ ગુજરાતમાં ચૂંટણીની તૈયારી કરી રહી છે. હિમાચલ પ્રદેશમાં ભાજપે 2017માં કોંગ્રેસને હરાવી સત્તામાં વાપસી કરી હતી. કોંગ્રેસ આ પહાડી રાજ્યમાં ભાજપના ટક્કર આપવા માટે મહેનત કરી રહી છે, તો આમ આદમી પાર્ટી પણ હિમાચલના જંગમાં ઉતરવાની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube