એક કોન્સ્ટેબલની સંપત્તિ જોઈને અધિકારીઓના હોશ ઉડ્યા, આલિશાન ઘર, છત પર સ્વીમિંગ પૂલ
ભ્રષ્ટાચારની કમાણીથી કરોડો રૂપિયાની સંપત્તિ બનાવનારા અબજપતિ કોન્સ્ટેબલનો ખુલાસો થયો છે.
ભુવનેશ્વર: ઓડિશામાં ભ્રષ્ટાચારની કમાણીથી કરોડો રૂપિયાની સંપત્તિ બનાવનારા અબજપતિ કોન્સ્ટેબલનો ખુલાસો થયો છે. કોન્સ્ટેબલે લાંચની કમાણીથી ટ્રાન્સપોર્ટ, ગેસ એજન્સી, સાઈબર કેફે, જેવા બિઝનેસ ઊભા કર્યા હતા.
વિજિલન્સની 7 ટીમોના દરોડા
ઓડિશા ટીવીના રિપોર્ટ મુજબ મયૂરભંજ જિલ્લાના બારીપાડા શહેર પોલીસ સ્ટેશનમાં તૈનાત કોન્સ્ટેબલ નિહાર રંજન દંડપત વિશે વિજિલન્સ વિભાગને ભ્રષ્ટાચારની ફરિયાદ મળી હતી. પ્રાથમિક તપાસમાં આ ફરિયાદ સાચી જોવા મળી. ત્યારબાદ 7 ટીમો બનાવીને તેના અલગ અલગ 7 ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા. આ ટીમોમાં 9 ડીએસપી, 5 ઈન્સ્પેક્ટર, 5 આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને અનેક સિપાઈ સામેલ હતા.
UP: સ્વામી પ્રસાદ મૌર્ય યોગી કેબિનેટમાંથી રાજીનામું આપી સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા
મકાનના ટોપ ફ્લોર પર બનાવ્યો સ્વીમિંગ પૂલ
કોન્સ્ટેબલે શહેરમાં જ શાનદાર 3 માળનું મકાન બનાવ્યું છે. માર્બલ-ટાઈલથી સંપૂર્ણ રીતે ફર્નિશ આ મકાનના ટોપ ફ્લોર પર જબરદસ્ત સ્વીમિંગ પૂલ પણ બનાવ્યો છે. જ્યારે વિજિલન્સની ટીમ દરોડા પાડવા માટે તેના ઘરે પહોંચી તો તે તક મળતા ભાગી ગયો. વિજિલન્સના અધિકારી કોન્સ્ટેબલના મકાનની સજાવટ જોઈને દંગ રહી ગયા હતા.
Dance Video: લટકા ઝટકા કરતી યુવતીઓ અચાનક સ્ટેજ પર ઝઘડવા લાગી, જે વચ્ચે પડ્યા તેને અધમૂઆ કર્યા
પત્નીના નામે લીધી છે ગેસ એજન્સી
તપાસ ટીમના દરોડામાં મયૂરભંજ જિલ્લામાં કોન્સ્ટેબલના 2 પ્લોટ, 2 દ્વિચક્કી વાહન, કોમ્પ્યુટર સંલગ્ન સામાન, 13 લાખ રૂપિયા અને ઝવેરાત મળી આવ્યા. રેડ દરમિયાન જાણવા મળ્યું કે કોન્સ્ટેબલ એક ગેસ એજન્સી પણ ચલાવી રહ્યો હતો. આ એજન્સી તેની પત્ની પિંકી દંડપતના નામે છે. ટીમે એજન્સીમાં રહેલા ખાલી અને ભરેલા સિલિન્ડરો સહિત ત્યાં ઊભેલા વાહનો પણ જપ્ત કરી લીધા.
ટ્રાન્સપોર્ટ બિઝનેસ પણ ચલાવતો હતો
રિપોર્ટ મુજબ વિજિલન્સ ટીમને તપાસમાં કોન્સ્ટેબલ નિહાર રંજન દંડપતના ટ્રાન્સપોર્ટ બિઝનેસ અંગે પણ જાણવા મળ્યું. આ બિઝનેસમાં તેના 3 ટ્રક, 10 ટ્રોલી, 2 કાર અને 4 બાઈક સામેલ હતા. તમામને વિજિલન્સ ટીમે પોતાના કબજામાં લીધા. ટીમને શહેરમાં તેના સાઈબર કાફે અંગે પણ જાણવા મળ્યું. જેના વિશે માહિતી ભેગી કરાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube