નવી દિલ્હી : વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યામાં રામ મંદિરને લઈને આપેલા પીએમ મોદીના નિવેદનથી અસહમતિ વ્યક્ત કરતા સરકારને તેના પર કાયદો બનાવવાની માંગ કરી છે. વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે બુધવારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, હિન્દુ સમાજ અનંતકાળ સુધી કોર્ટના નિર્ણયની રાહ જોઈ શક્તુ નથી. તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ પર શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે સરકારને સંસદમાં કાયદો બનાવવો જોઈએ. આલોક કુમારે કહ્યું કે, માનનીય વડાપ્રધાનજીનું રામ જન્મભૂમિ સંબંધિત નિવેદન અમે જોયું છે. આ મામલો ગત 29 વર્ષોથી ચાલી રહ્યો છે. તેની અપીલ સુપ્રિમ કોર્ટમાં 2011થી ચાલી રહ્યો છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, આ મામલે સુપ્રિમ કોર્ટમાં 29 ઓક્ટોબરથી સુનવણી માટે આવ્યો હતો. પંરતુ ત્યાર સુધી બેન્ચનું ગઠન ન થયું, જે તેના પર સુનવણી કરશે. સુપ્રિમ કોર્ટે આ મામલે જલ્દી સુનવણી કરવાની માંગ નકારી કાઢી હતી. હવે આ સુનવણી 4 જાન્યુઆરીના રોજ થશે.   



વીએચપીનું કહેવું છે કે, જે પીઠે તેને સાંભળવું જોઈએ તેનુ ગઠન નથી થયું. સુપ્રિમ કોર્ટની રજિસ્ટ્રીએ જે ઓફિસ રિપોર્ટ કાઢી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે, પીઠનું ગઠન નથી થયું. આવામાં નથી લાગતું કે, જલ્દી જ કોર્ટનો નિર્ણય આવશે. તેથી અમે ઈચ્છીએ છીએ કે, સરકારના આ કાર્યકાળમાં સંસદ દ્વારા કાયદો બનાવીને ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનો માર્ગ તૈયાર કરવામાં આવે.  


ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે ખાસ ઈન્ટરવ્યૂમાં રામ મંદિરના મુદ્દે મોદીએ જણાવ્યું કે, સરકાર આ મુદ્દે કોઈ જ ઉતાવળ કરવા માગતી નથી. એક વખત કાયદાકીય પ્રક્રિયા પૂરી થઈ જશે ત્યાર બાદ સરકાર તેના પર વટહુકમ લાવવાનું વિચારશે.