નવી દિલ્હીઃ Nirav Modi Loots India: કારોબારના નામ પર બેન્કોમાંથી લોન લઈને વિદેશ ભાગી ગયેલા હીરા કોરાબારી નીરવ મોદી અને કિંગફિશર એરલાયન્સના માલિક વિજય માલ્યા પર સરકાર કડક પગલાં લઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારે કહ્યું કે, વિજય માલ્યા અને નીરવ મોદીની સંપત્તિ વેચીને 13000 કરોડ રૂપિયાથી વધુની રિકવરી કરવામાં આવી છે. દેશની અનેક બેન્કોના હજારો કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યા બાદ બંને કારોબારી વિદેશમાં રહે છે. 


નાણામંત્રી નિર્મલા સીતારમને સોમવારે લોકસભામાં કહ્યું કે, વિજય માલ્યા અને નીરવ મોદીની સંપત્તિ વેચીને 13109 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા છે. સીતારમને કહ્યું કે, વેંકોએ અત્યાર સુધી આ બંને ભાગેડુ ડિફોલ્ટરની સંપત્તિ વેચીને આ રકમ મેળવી છે. ઈડી તરફથી આ વર્ષે જુલાઈમાં નીરવ મોદી અને  વિજય માલ્યાની સંપત્તિ વેચીને કરવામાં આવેલી રિકવરી વિશે જાણકારી આપી હતી, પરંતુ નાણામંત્રીએ સંસદમાં આજે જાણકારી આપી છે. 


આ પણ વાંચોઃ લોકસભામાં ચૂંટણી સુધારા બિલ પાસ, આધાર કાર્ડ સાથે જોડાશે ચૂંટણી કાર્ડ


માલ્યાએ લીધી 9 હજાર કરોડની લોન
જો વાત શરાબ કારોબારી વિજય માલ્યાની કરીએ તો યૂનાઇટેડ બ્રેવરીઝના માલિકના રૂપમાં વિજય માલ્યાએ બેન્કો પાસે ₹9000 કરોડની લોન લીધી હતી. બેન્કોનો આરોપ છે કે લોનની રકમ અને વ્યાજ હજુ સુધી ચુકાવવામાં આવ્યું નથી. 


નીરવ મોદી પર 13,000 કરોડ બાકી
જો હીરા કારોબારી નીરવ મોદી અને મેહુલ ચોકસીની વાત કરીએ તો તેણે પીએનબી સહિત અન્ય બેન્કોમાંથી 13000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. 


નીરવ મોદીને ઓક્ટોબરમાં લાગ્યો હતો ઝટકો
ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને અમેરિકાની એક બેન્કરપ્સી કોર્ટે જોરદાર ઝટકો આપ્યો હતો. ભારતના ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીની અરજી અમેરિકી કોર્ટે નકારી દીધી હતી. નીરવ મોદી અને તેના બે સહયોગીઓએ કોર્ટમાં અરજી દાખલ કરી માંગ કરી હતી કે તેની વિરુદ્ધ લાગેલા કૌભાંડના આરોપ નકારવામાં આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube