વિજય માલ્યાને મોટો ઝટકો, લંડનની હવેલી પણ હવે નિલામ થશે, કોર્ટે કેસ ફગાવ્યો
દારૂના વેપારી વિજય માલ્યાનાં હાથમાંથી તેમના ગોલ્ડન ટોયલેટ સીટ નિકળી શકે છે, યુબીએસ બેંક દ્વારા હરાજી થઇ શકે છે
લંડન : દારૂ વેપારી વિજય માલ્યાનાં ખરાબ દિવસો આવતા જાય છે. સરકારી બેંકોનાં અબજો રૂપિયા લઇને દેશમાંથી ફરાર થઇ ચુકેલા માલ્યાને UK કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. લંડનના પોશ વિસ્તારમાં આવેલ આલીશાન હવેલીથી પણ તેમને હાથ ધોવો પડે છે. હાલ સ્વિસ બેંક યુબીસીનું દેવું નહી ચુકવી શકવાનાં કારણે તેની વિરુદ્ધ થયેલ કેસ અને તેની જપ્તીની તમામ દલીલોને યુકે હાઇકોર્ટે ફગાવી દીધી છે. આ મુદ્દે ફાઇનલ સુનવણી મે 2019માં થશે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર બ્રિટનથી માલ્યાના પ્રત્યાર્પણ કરાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ભારતમાં માલ્યાની અનેક સંપત્તીઓની જપ્તી થઇ ચુકી છે. હવે આ વેપારીનાં હાથમાંથી લંડન પણ નિકળી રહ્યું છે. સ્વિસ બેંક યુબીએસમાં ગીરવે મુકીને લીધેલા 2.04 કરોડ પાઉન્ડ (195 કરોડ રૂપિયા)નાં બાકી દેવું સેન્ટ્રલ લંડનના કોર્નવોલ ટેરેસ ખાતે સંપત્તીને જપ્ત કરવા માટેની માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, લંડન ખાતે કોનવોલ ટેરેસ ખાતે માલ્યાના ઘરમાં એક ગોલ્ડન ટોઇલેટ સીટ પણ છે. એવામાં જ્યારે આ સીટ પણ યુબીએસ બેંકના અધિકારીઓ જઇ શકે છે. માલ્યા પોતાનાં ઘર યુબીએસ દ્વારા અધિકારીમાં લેતા અટકાવવા માટેની કાનુની લડાઇ લડી રહ્યા હતા. માલ્યાને કાયદેસરની લડાઇમાં તે સમયે ઝટકો લાગ્યો જ્યારે તેમના દ્વારા અપાયેલી અનેક દલીલોને યુકે હાઇકોર્ટે ફગાવી દીધી. બેંકોએ યુકે હાઇકોર્ટમાં સંપત્તીને વિજય માલ્યા, તેમનાં પરિવાર અને યૂનાઇટેડ બ્રેવરીઝ ગ્રુપ કોર્પોરેટ ગેસ્ટ માટે ઉચ્ચ વર્ગનું મકાન જણાવ્યું હતું.