અમદાવાદ/ગુજરાત : જો તમારું એકાઉન્ટ બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકમાં છે તો 25-26 ડિસેમ્બર પહેલાં તમારું કામ પતાવી દેજો. કારણ કે 25 તારીખે નાતાલ અને 26 તારીખે બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરવાના છે. જેને પગલે 2 દિવસ રાજ્યભરમાં આ બેંકો બંધ રહેશે. હડતાળમાં આશરે 70 હજાર જેટલાં બેંક કર્મચારીઓ જોડાવાના છે. બેંકોના એકીકરણના વિરોધમાં ઓલ ઈન્ડિયા એમ્પ્લોઈઝ એસોસિયશને હડતાળનું એલાન આપ્યું છે. આ હડતાળ દરમિયાન કર્મચારીઓ નારેબાજી અને દેખાવો પણ કરી શકે છે. બેંકોના એકીકરણથી પબ્લિક સેક્ટરની બેંકોમાં ઘટાડો થશે તેવો આરોપ બેંક કર્મચારીઓ લગાવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હડતાળ મામલે મહાગુજરાત બેંક કર્મચારી એસોસિયેશનના જનરલ સેક્રેટરી જનક રાવલે કહ્યું કે,  પ્રસ્તાવિત ત્રણ બેંકોના એકીકરણના વિરોધમાં બધી જ પબ્લિક સેકટર બેંકોના કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. આ એકીકરણથી રાજ્યમાં પબ્લિક સેકટરની બેંકો ઓછી થશે. પબ્લિક સેકટર બેંકો દ્વારા જ સરકારી યોજનાઓ લાગુ થઈ શકી છે. તેથી બેંક કર્મચારીઓ 25મી ડિસેમ્બરે નાતાલની જાહેર રજા અને 26મીએ હડતાળ પર ઉતરવાના છે. આથી સળંગ બે દિવસો સુધી રાજ્યની બધી પબ્લિક સેકટરની બેંકો બંધ રહેશે. 


આ મામલે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિયેશનનું કહેવું છે કે, બેંકોનું એકીકરણ કરવાથી શું ફાયદો થશે તે હજી સુધી જાણવા મળ્યું નથી. આ બાબતથી બેંકોમાં નોકરીઓ ઘટશે. હાલમાં બેડ લોનની પણ મોટી સમસ્યા છે. તેથી બેંકોનું એકીકરણ કરવું તે બેડ લોનની સમસ્યાથી બહાર આવવાનો ઉકેલ નથી. મર્જર બાદ બેડ લોનની રિકવરી યોગ્ય નહીં થઈ શકે.