નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા ગુસ્સામાં બસની ડ્રાઈવર સીટ પર બેઠેલા એક પુરુષને ફટકારી રહી છે અને કોઈને ફોન કરી રહી છે. આ વીડિયો સ્થાનિક પત્રકારે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બસના ચાલકે સ્કૂટીને મારી હતી ટક્કર
હકિકતમાં, આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક મહિલા રોંગ સાઈડ પર જઈ રહી હતી ત્યારે સરકારી બસે તેની સ્કૂટીને ટક્કર મારી હતી. આ ટક્કરથી સ્કૂટીને નુકસાન થયું હતું. પોતાની સ્કૂટીની આવી હાલત જોઈને મહિલા પોતાનો આપો ગુમાવી બેઠી હતી અને બસમાં પ્રવેશી અને સીધી ડ્રાઈવરની સીટ પર ગઈ અને ડ્રાઈવરનો કોલર પકડીને તેને નીચે ઉતારવાનો પ્રયાસ કરવા લાગી.


બસમાં ડ્રાઈવરને જોરદાર માર માર્યો
આ પ્રયાસમાં ડ્રાઈવરના શર્ટના તમામ બટનો પણ ખુલી ગયા ગયા હતા. મહિલા ડ્રાઈવરને ખેંચીને બહાર કાઢવા માંગતી હતી, પરંતુ ડ્રાઈવર પોતાનો બચાવ કરી રહ્યો હતો. મહિલાએ બસમાં જ ડ્રાઈવરને જોરદાર માર માર્યો હતો.


વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર કર્યો અપલોડ
કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જ્યારે આ વીડિયો વિજયવાડા પોલીસ સુધી પહોંચ્યો તો પોલીસે આ મહિલા વિરુદ્ધ કેસ નોંધ્યો છે.


આપીએસએ  મહિલાના વર્તનને ગણાવ્યું ખોટું
આ વીડિયોને રિટ્વીટ કરતા આઇપીએસ ઓફિસર દીપાંશુ કાબરાએ લખ્યું કે એક મહિલા દ્વારા ડ્રાઈવરને માર મારવો એ બિલકુલ ખોટું છે, તે નિંદનીય છે. કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. વિજયવાડા સિટી પોલીસે સાચો કેસ નોંધ્યો છે. તેમજ આ કેસમાં ડ્રાઇવરની ભૂલ હોય તો તેની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube