નવી દિલ્હી: અંતરિક્ષમાં ભારત આજે એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. 22 જુલાઈના રોજ લોન્ચ થયેલા ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ચંદ્રની કક્ષામાં ચક્કર કાપી રહેલા ઓર્બિટરથી આજે બપોરે વિક્રમ લેન્ડર અલગ પડશે. તે ચંદ્રની કક્ષામાં બે ચક્કર  કાપશે. આ દરમિયાન તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવા માટે તૈયાર કરાશે. 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર ઉતરીને તે ઈતિહાસ રચશે. વિક્રમ લેન્ડરમાં અત્યાધુનિક ઉપકરણ લગાવવામાં આવ્યાં છે. જે ચંદ્ર પર અનેક સંશોધન કરશે. વિક્રમ લેન્ડરની સાથે જ ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન નામનું રોબોટિક યાન પણ ઉતરણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3.8 ટન વજન છે ચંદ્રયાનનું
ભારત તરફથી ચંદ્ર તરફ પ્રયાણ કરનારા ચંદ્રયાન-2નું વજન 3.8 ટન (3850 કિગ્રા) છે. આ ચંદ્રયાન-2 હેઠળ એક ઓર્બિટર, એક લેન્ડર અને એક રોવર પણ ચંદ્ર પર જશે. જેમના નામ ચંદ્રયાન-2 ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર છે. ચંદ્રયા-2ને ઈસરો આજે લોન્ચ કરી રહ્યું છે. પરંતુ ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમ 7 સપ્ટેમ્બર 2019ના રોજ લેન્ડ કરશે. 


ચંદ્ર પર 2 મોટા ખાડા વચ્ચે ઉતરશે વિક્રમ
ચંદ્રયાન 2 મિશન હેઠળ ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ઉતરણ કરશે. લેન્ડર વિક્રમનું વજન 1,471 કિગ્રા છે. તેનું નામકરણ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઈના નામ પર થયું છે. તેને 650 વોટની ઉર્જાથી તાકાત મળશે. તે 2.54*2*1.2 મીટર લાંબુ છે. ચંદ્ર પર ઉતરણ કર્યા બદા તે ચંદ્રના એક દિવસ સુધી સતત કામ કરશે. ચંદ્રનો એક દિવસ એ પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. તે ચંદ્રના બે મોટા ખાડા મેજિનસ સી અને સિમ્પેલિયસ એન વચ્ચે ઉતરણ કરશે. 


વિક્રમ પાસે હશે 4 ઈન્સ્ટ્રુમેન્ટ
લેન્ડર વિક્રમ સાથે 3 મહત્વના ઈન્સ્ટ્રુમેન્ટ ચંદ્ર પર શોધ માટે મોકલવામાં આવશે. ચંદ્ર પર થનારી ભૂકંપીય ગતિવિધિઓને માપવા અને તેના પર સંશોધન કરવા માટે એક ખાસ ઈન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં ચંદ્ર પર ફેરફાર થતા તાપમાનની બારીકાઈથી તપાસ કરવા માટે પણ ખાસ ઉપકરણ છે. તેમાં ત્રીજુ ઉપકરણ લેંગમૂર પ્રોબ છે. તે ચંદ્રના વાતાવરણની ઉપરના પડ અને ચંદ્રની સપાટી પર સંશોધન કરશે. વિક્રમ પોતાના ચોથા ઉપકરણ લેઝર રેટ્રોરિફ્લેક્ટર દ્વારા ત્યાં મેપિંગ અને અન્ય સંબંધિત શોધ કરશે.


6 ટાયરવાળુ પ્રજ્ઞાન રોવર પણ છે ખાસ
ચંદ્રયાન-2 હેઠળ ચંદ્ર પર ઉતરનારા લેન્ડર વિક્રમ સાથે જ ત્યાં પ્રજ્ઞાન રોવર પણ ઉતરણ કરશે. પ્રજ્ઞાન રોવર એક પ્રકારનું રોબોટિક યાન છે. જે ચંદ્રની સપાટી પર ચાલીને ત્યાં શોધ કરશે. તેનું વજન 27 કિગ્રા છે. તે 0.9*0.75*0.85 મીટર મોટું છે. તેમાં છ ટાયર લાગેલા છે. જે ચંદ્રની ખરબચડી સપાટી પર આરામથી ચાલીને ત્યાં વિભિન્ન અભ્યાસ કરી શકશે. તે ચંદ્રની સપાટી પર 500 મીટર સુધી એક સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સફર કરી શકે છે. તે પોતાની ઉર્જા સૂર્યથી મેળવશે. આ સાથે જ તે લેન્ડર વિક્રમ સાથે સંપર્કમાં રહેશે. 


2 ખાસ ઉપકરણ છે પ્રજ્ઞાન પાસે
રોબોટિક શોધ યાન (રોવર) પ્રજ્ઞાન પાસે બે ખાસ ઉપકરણ હશે. રોવર પ્રજ્ઞાન અલ્ફા પાર્ટિકલ એક્સ રે સ્પેક્ટ્રોમીટર દ્વારા લેન્ડિંગ સાઈટની પાસે ચંદ્રની સપાટી ઉપર હાજર વાતાવરણીય તત્વોના નિર્માણ સંબંધી જાણકારી મેળવવા માટે શોધ કરશે. આ ઉપરાંત લેઝર ઈન્ડયૂસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ દ્વારા પણ પ્રજ્ઞાન સપાટી પર હાજર તત્વોનો અભ્યાસ કરશે.


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...