નવી દિલ્હીઃ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લેવામાં આવેલા હરિયાણાના (Haryana) હિસાર જિલ્લાના ગામ કિશનગઢમાં 'ગ્રામ સ્વરાજ'નું સપનું પૂરુ થઈ રહ્યું છે. આ ગામ રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ દતક લીધુ છે. હરિયાણામાં સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દતક લેવામાં આવેલા ગામોમાં આ એક ગામ એવું છે જેની સફળતાની કહાનીને એક ઉદાહરણ તરીકે ભારત સરકારે પસંદ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સબકા સાથે સબકા વિકાસ
હકીકતમાં રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ 'સબકા' (SABKA) નામથી પાંચ ગામોનો એક સમૂહ બનાવ્યો છે. આ ગ્રુપમાં સામેલ પાંચ ગામોને તેમણે દતક લીધા છે. SABKA નો અર્થ છે- સદલપુર, આદમપુર, બરારવાલા ખરા, કિશનગઢ અને આદમપુર મંડી. 'સબકા' હેઠળ કરવામાં આવી રહેલ પ્રયાસ દરેક વર્ગ માટે છે. રાજ્ય સભા સાંસદ ડો સુભાષ ચંદ્રાએ આ ગામોના વિકાસ માટે યોજના બનાવી છે અને પછી સમસ્યા અને જરૂરીયાતની ઓળખ કરી. ત્યારબાદ સમસ્યાનું સમાધાન કરવાનું કામ શરૂ કર્યું. તેમણે આ ગામના વિકાસની ખુદ જવાબદારી લીધી હતી, જેનું પરિણામ છે કે આજે કિશનગઢમાં ગ્રામ સ્વરાજનું સપનું પૂરુ થઈ રહ્યું છે. 


આ રીતે આવ્યા ફેરફાર
1. ગ્રામ વિકાસ સમિતિની સાથે ગ્રામ પંચાયતની મજબૂતી- ગ્રામ વિકાસ સમિતિ દ્વારા ગ્રામ પંચાયતને મજબૂતી આપવામાં આવી. આ સમિતિ ગામમાં થનાર વિકાસની યોજનાઓની શરૂઆતથી લઈને વિકાસ ગતિવિધિઓ નક્કી કરે છે. 


2. મૂળભૂત સેવાઓ માટે ગામનું પાયાનું માળખું- ગામ કિશનગઢમાં હવે મૂળભૂત સેવાઓનો અભાવ નથી. અહીં સારૂ પંચાયત ભવન, સામુદાયિક પાર્ક, ખેલ મેદાન, રસ્તા, પાયાની સ્વાસ્થ્ય સુવિધા અને સ્કૂલનું નિર્માણ કરાવવામાં આવ્યું છે, જ્યારે પહેલા સ્થિતિ અલગ હતી. 


સુભાષ ચંદ્રા ફાઉન્ડેશન દ્વારા વિકાસની પહેલ
1. શિક્ષણના ક્ષેત્રમાં- સુભાષ ચંદ્રા ફાઉન્ડેશન દ્વારા યુવતીઓને શિક્ષિત કરવા માટે અને બરાબરનો અધિકાર આપવા માટે 'સય વિજય છાત્રવૃતિ કાર્યક્રમ' ના માધ્યમથી સશક્ત બનાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ 100 હોશિંયાર વિદ્યાર્થિનીઓને 10,000 - 15,000 ની સ્કોલરશિપ આપવામાં આવી રહી છે. 


2. કૃષિ ક્ષેત્રમાં- હરિયાણા કૃષિ વિશ્વવિદ્યાલય સાથે કોલેબરેશન અને એક ગ્રામ વિકાસ કાર્યક્રમ દ્વારા કિસાનોના હિતમાં અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે. ગામમાં હાઈટેક ઉદ્યાન વિકસિત કરવામાં આવી રહ્યાં છે. ઓર્ગેનિક ક્લસ્ટર વિકાસ, કેવીકે ફાર્મ, કિસાનો માટે રોજગાર વધારવા માટે ટ્રેનિંગ દ્વારા સ્કિલ ડેવલોપમેન્ટ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યાં છે. આ કાર્યક્રમ દ્વારા લગભગ 5 હજાર કિસાનોને ટ્રેનિંગ આપવામાં આવી ચુકી છે. 


3. યુવા ખેલ અને જીવન કૌશલ્ય વિકાસ કાર્યક્રમ
500 યુવાનો બોક્સિંગ, એથલેટિક્સ, થ્રોબોલ વગેરેની ટ્રેનિંગ પ્રાપ્ત કરી રહ્યાં છે. તેમાંથી 100થી વધુ બાળકો રાજ્ય લેવલની સ્પર્ધામાં ભાગ લઈ ચુક્યા છે. 400 યુવા ગ્રામ વિકાસની પહેલમાં મુખ્ય કામ કરી રહ્યાં છે. આ પ્રોગ્રામ હેઠળ શ્રી હોશિયાર સિંહ અને શ્રીમતી ઇન્દ્રાવતી દેવીના પુત્ર અમિતે પોતાનું સપનુ પૂરુ કર્યુ. અમિતનું ભારતીય સેનામાં સામેલ થઈને દેશની સેવા કરવાનું સપનું હતું. સુભાષ ચંદ્રા ફાઉન્ડેશન દ્વારા ટ્રેનિંગ પ્રાપ્ત કર્યા બાદ અમિત રમત કોટામાંથી સેનામાં ભરતી થયો. 


4. મહિલા સશક્તિકરણ માટે પ્રયાસ
સુભાષ ચંદ્રા ફાઉન્ડેશન દ્વારા કિચન ગાર્ડન અને જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ રીતે લોકોએ પોતાના ઘર માટે તાજા શાકભાજી માટે હવે બજાર પર નિર્ભર રહેવું પડતું નથી. ઘણા કિસાન પરિવાર કિચન ગાર્ડન દ્વારા શાકની આપૂર્તિ કરે છે. આ યોજનાથી મહિલાઓને સશક્ત બનાવવામાં આવી રહી છે. 


5. કિસાન ઉત્પાદન કંપની
સુભાષ ચંદ્રા ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવી રહેલી કિસાન ઉત્પાદન કંપની માટે એક કંપની છે. સારૂ બજાર, સારો ભાવ, કૃષિ ચર્ચા, ખરીદ અને કિસાનોની સેવાઓ નક્કી કરવા માટે પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યાં છે. તેમાં આશરે 350 કિસાનો જોડાયેલા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube