જયપુર: લોકો હંમેશા કહેતા હોય છે કે નામમાં શું રાખ્યું છે પરંતુ રાજસ્થાનના ધૌલપુર જિલ્લાના એક ગામના લોકો માટે ગામનું નામ જ મુસીબત બન્યું છે. આ ગામના નામથી લોકોને શરમ આવે છે અને હવે ગ્રામીણોએ સ્થાનિક ધારાસભ્યને પોતાના ગામના નામ 'ચોરપુર'ને બદલવા માટે ગુહાર લગાવી છે અને નામ બદલવાની ગુહાર લગાવી છે. તેમણે કેટલાક નામ  પણ સૂચવ્યા છે જેમાં સજ્જનપુરા નામ સામેલ છે. જેનો અર્થ વર્તમાન નામથી બિલકુલ ઉલ્ટો થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રામીણોનો એવો દાવો છે કે ખરાબ નામ તેમના માટે શરમિંદગીનું કારણ જ નહીં પરંતુ તેમના બાળકોના લગ્ન માટે પણ મુસીબત બન્યું છે. તેમના લગ્નો થતા અટકી જાય છે. સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય ખિલાડીલાલ બેરવાએ કહ્યું કે જનસુનવણી દરમિયાન થોડા દિવસ પહેલા ગ્રામીણોનું એક પ્રતિનિધિમંડળ ગામનું નામ બદલવાની અરજી લઈને તેમને મળ્યું હતું. તે લોકો  ગામના નામથી શરમ અનુભવી રહ્યાં હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube