દિલ્હીઃ ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, આ બે મોટા નેતા AAPમાં થયા સામેલ
દિલ્હી વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ પક્ષપલ્ટો કરનાર નેતાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી બદલવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ મહાબલ મિશ્રાના પુત્ર વિનય મિશ્રા આજે આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. આ ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે મહાબલ મિશ્રાની ગણના દિલ્હીમાં કોંગ્રેસના મોટા નેતાઓમાં થાય છે.
ખાસ કરીને દિલ્હીમાં તેઓ પાર્ટીનો પૂર્વાંચલી ચહેરો માનવામાં આવે છે. મહાબલ મિશ્રા પશ્ચિમ દિલ્હીથી સાંસદ રહ્યાં છે, દ્વારકા વિધાનસભાથી ધારાસભ્ય રહ્યાં છે અને 1997માં કોર્પોરેટર પણ રહી ચુક્યા છે. વિનય મિશ્રા 2013 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર પાલમથી ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા હતા. વિનય મિશ્રા યૂથ કોંગ્રેસના નેતા પણ રહ્યાં છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube