Prophet Muhammad Protest: નુપૂર શર્માના વિવાદિત નિવેદનને લઇને દેશના ઘણા ભાગમાં બબાલ મચી છે. શુક્રવારે 10 જૂનના રોજ ઘણા શહેરોમાં હિંસક પ્રદર્શન જોવા મળ્યા હતા, જેમાં પશ્વિમ બંગાળના હાવડા પણ સામેલ છે. પરંતુ હવે હાવડામાં ફરી એકવાર હિંસા ફાટી નિકળી હોવાના સમાચાર છે. અહીં પોલીસ પર ભીડે પથ્થરમારો કર્યો છે. ત્યારબાદ પોલીસ દ્રારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી અને ટીયર ગેસ છોડ્યા હતા. સ્થિતિને જોતાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલે 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વહિવટી તંત્રએ હાવડા જિલ્લામાં 13 જૂન સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી રહી દીધી છે. તો બીજી તરફ હાવડાના અનેક વિસ્તારોમાં 144 લાગૂ કરી દીધી છે. રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હિંસા માટે ભાજપને જવાબદાર ગણાવયા છે.  


હિંસક ઘટનાઓ પાછળ: સીએમ મમતા
સીએમ મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું ''હાવડામાં હિંસક ઘટનાઓ થઇ રહી છે, જેની પાછળ કેટલાક રાજકીય પક્ષ છે અને તે રમખાણો કરાવવા માંગે છે, પરંતુ તેને સહન કરી લેવામાં નહી આવે. આ તમામ વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. સીએમ મમતાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે લોકો ભાજપના ગુના ક્યાં સુધી સહન કરશે? આજે હાવડા જિલ્લાના ડોમજુર પોલીસ મથકમાં તોડફોડ કરવામાં આવી. ઘણી દુકાનો પ્રદર્શનકારીઓના લીધે બાળીને ખાખ કરી દીધી છે. વિસ્તારમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. 

હાવડામાં ફરી હિંસા: તોફાની તત્વોનો પોલીસ પર પથ્થરમારો, ઇન્ટનેટ સેવા બંધ


સોમવારે 6 વાગ્યા સુધી ઇન્ટરનેટ બંધ
ગૃહ અને પર્વતીય બાબતોના વિભાગ દ્રારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે સોમવારે સવારે છ વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે વોઇસ કોલ અને એસએમએસ સેવાઓ ચાલુ રહેશે. અધિકારીઓએ કહ્યું કે હાલ સ્થિતિ કાબૂમાં છે અને પોલીસે હાવડાના સાલાપ અને ઉલૂબેરિયામાં અવરૂદ્ધ માર્ગોને ખોલી દીધા છે. પ્રદર્શનકારીઓની ધૂલાગઢ, પંચલા અને ઉલૂબેરિયામાં પોલીસ સાથે ત્યારે હાથાપાઇ થઇ, જ્યારે તેમણે રાષ્ટ્રીય રાજમાર્ગ છની નાકાબંધી ખોલવાનો પ્રયત્ન કર્યો. 


ભાજપ સાંસદે અમિત શાહને લખ્યો પત્ર
તો બીજી તરફ ભાજપના સાંસદ અને પાર્ટીના પશ્વિમ બંગાળ ઉપાધ્યક્ષ સૌમિત્ર ખાને શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો અને તેમને રાજ્યમાં કેન્દ્રીય બળોને તૈનાત કરવાનો આગ્રહ કર્યો. ભાજપે માંગ કરી છે કે હાવડા જિલ્લાના વિભિન્ના ભાગોમાં રસ્તા અને રેલવે પાટાઓને અવરોધ કરનાર પ્રદર્શનકારીઓને નિયંત્રણ કરવા માટે ભારતીય સેનાને લાવવામાં આવે. વિરોધ અને રેલ નાકાબંધીના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. ભાજપે પૈગંબર પર ટિપ્પણીને લઇને મુસ્લિમ દેશોમાંથી તીખી પ્રતિક્રિયા આવ્યા બાદ પાંચ જૂનના રોજ નુપૂર શર્માને પાર્ટીમાંથી સસ્પેંડ કરવામાં આવ્યા છે. જ્યારે નવીન કુમારને હાંકી કાઢવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube