નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન હિંસા ભડકી ઉઠી. રોડ શોમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ. ત્યારબાદ મારપીટ અને પથ્થરમારો તથા આગચંપીના બનાવો પણ બન્યાં. આ મામલો હવે ચૂંટણી પંચ સુધી પહોંચી ગયો છે. ભાજપે ચૂંટણી પંચ પાસે માગણી કરી છે કે તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોને કથિત રીતે ભડકાવવા બદલ મુખ્યમંત્રી મમતા બેનર્જીને પ્રચાર કરતા રોકવામાં આવે. ભાજપે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળમાં 'બંધારણીય તંત્ર' ધ્વસ્ત થઈ ગયું છે.  આ બાજુ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવા બદલ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. મોડી સાંજે વિદ્યાસાગર કોલેજ પહોંચીને તેમણે ઘટનાની જાણકારી મેળવી. તેની પાસે જ અમિત શાહના રોડ શોમાં ઘર્ષણ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકાતા: અમિત શાહના રોડ શોમાં TMC સમર્થકોની 'ગુંડાગીરી', આગચંપી, પથ્થરમારાના બનાવ


ભાજપે ચૂંટણી પંચ પાસે કરી આ માગણી
આ બાજુ દિલ્હીમાં ચૂંટણી પંચના અધિકારીઓ પાસે ભાજપના વરિષ્ઠ અધિકારીઓનું એક પ્રતિનિધિ મંડળ મોડી સાંજે ગયું હતું. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન અને મુખ્તાર અબ્બાસ નકવી સહિત પાર્ટીના નેતાઓના આ પ્રતિનિધિ મંડળે રાજ્યમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે તત્કાળ હસ્તક્ષેપની માગણી કરી. બાદમાં મુખ્તાર અબ્બાસ નકવીએ પત્રકારોને જણાવ્યું કે અમે પંચ પાસે માગણી કરી છે કે અરાજક તત્વો અને હિસ્ટ્રી શીટરોની તત્કાળ ધરપકડ થાય. તેમણે ઈસી પાસે માંગણી કરી છે કે કેન્દ્રીય દળો ચૂંટણી વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરે અને મુખ્યમંત્રીને પોતાના સમર્થકોને 'ભડકાવવા' બદલ પ્રચારથી પ્રતિંબંધિત કરવામાં આવે. કેન્દ્રીય રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે પણ માગણી કરી છે કે આયોગ મમતા બેનર્જીના પ્રચાર પર પ્રતિબંધ મૂકે. 


મમતા બેનર્જીના ઈશારે કોલકાતા રોડ શોમાં હિંસા થઈ: અમિત શાહ
લકાતામાં  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે રોડ શો દરમિયાન થયેલી  હિંસા પર પ્રતિક્રિયા આપી છે. શાહે આ હિંસા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા છે. શાહે ઝી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે. 


શાહે કહ્યું કે, "હારના ડરથી મમતાએ હિંસા કરાવી. મમતાએ હિંસાની કિંમત ચૂકવવી પડશે. રોડ શોમાં મમતાએ શાંતિનો ભંગ કર્યો. ષડયંત્ર વગર હુમલો  થઈ શકે નહીં. મમતા હારના ડરથી હતાશ થઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે આંખ-કાન બંધ કરી લીધા છે. ચૂંટણી પંચ મૂક દર્શક બનીને બેઠું છે. હિસ્ટ્રી શીટર  ખુલ્લે આમ ઘૂમી રહ્યાં છે."


શું છે મામલો?
પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન હિંસા ભડકી ઉઠી. રોડ શોમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ. ત્યારબાદ મારપીટ અને પથ્થરમારો તથા આગચંપીના બનાવો પણ બન્યાં. અમિત શાહના ટ્રકને પણ નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી હતી. કોલેજ સ્ટ્રીટ પાસે હિંસા ભડકી ઉઠી જેમાં 3 બાઈકોમાં આગચંપી કરાઈ. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...