નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરુદ્ધ દિલ્હીના નોર્થ ઈસ્ટ જિલ્લામાં રવિવારે થયેલી હિંસામાં 4 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ચાર મામલામાંથી 2 મામલા જાફરાબાદ અને મૌજપુરના છે તો દયાલપુરના 2 મામલામાં પણ FIR નોંધવામાં આવી છે. તો આ હિંસામાં એક હેડ કોન્સ્ટેબલ રતન લાલનું મોત થયું છે. મહત્વનું છે કે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ હિંસામાં 10 પોલીસકર્મી અને 1 સામાન્ય નાગરિકને ઈજા પહોંચી છે. હિંસામાં 2 ઓટો રિક્ષા, 3 બાઇક અને 5 ગાડીમાં આગ લગાવવામાં આવી છે. આ વચ્ચે મૌજપુર વિસ્તારમાં હવામાં ફાઇરિંગ કરતા એક વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના જાપરાબાદ, મૌજપુરમાં રવિવારે એક રસ્તા પર 'નાગરિકતા સંશોધન કાયદાના સમર્થક અને વિરોધી જૂથો આમને-સામને આવી ગયા હતા. રવિવારે સવારે જાફરાબાદ મેટ્રો સ્ટેશનની પાસે મોટી સંખ્યામાં મહિલાઓ પ્રદર્શન માટે ભેગી થઈ હતી અને બપોરે જાફરાબાદમાં પથ્થરમારો શરૂ થયો હતો. મૌજપુર મેટ્રો સ્ટેશનની પાસે પણ બંન્ને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો. પછી પોલીસે ટીયર ગેસના સેલ છોડીને સ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસ કર્યાં હતા. રવિવારે પણ સીએએને લઈને ચાંદબાગ, જાફરાબાદ, ખુરેજી, શાહીન બાગમાં પ્રદર્શન થયા હતા.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...