નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે એક મહિલાએ બેશરમીની મર્યાદા પાર કરી દીધી છે. વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં મહિલા તેના પોતાના 10 થી 12 વર્ષના પુત્ર સાથે અશ્લીલ ડાન્સ તેમજ એક્ટિંગ કરતી જોવા મળી રહી છે. આપત્તિજનક વીડિયો પર દિલ્હી મહિલા પંચે કડક વલણ અપનાવતા પોલીસને નોટિસ મોકલી મહિલાની સામે એફઆઇઆઇ નોંધવા જણાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી મહિલા પંચે કરી ફરિયાદ
દિલ્હી મહિલા પંચનું કહેવું છે કે આ નાની ઉંમરે બાળકને મહિલાઓ સાથે આ પ્રકારનું વર્તન કરવાનું શીખવવામાં આવે છે, તે પણ તેની માતા દ્વારા. આ પ્રકારના વીડિયો બનાવી બાળકને ખોટું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને માતા પુત્રના પવિત્ર સંબંધને પણ કલંકિત કરવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો:- બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી ક્રિતી, એક્ટ્રેસની અચાનક આ પોસ્ટથી ફેન્સ ચોંકી ઉઠ્યા


વીડિયો થયો વાયરલ
દિલ્હી મહિલા પંચના જણાવ્યા અનુસાર, વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે નાના બાળકને એશ્લીલ એક્ટિંગ અને સોન્ગ પર ડાન્સ કરાવવામાં આવી રહ્યો છે. વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયો હતો, જેને હવે સોશિયલ મીડિયા પર થઈ રહેલી બબાલ બાદ કાઢી નાખવામાં આવ્યો છે. વીડિયો બનાવનારી મહિલાના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ 60 હજારથી વધુ ફોલોઅર્સ છે.


આ પણ વાંચો:- શ્રેયસના ફેન્સને મોટો ઝટકો, અય્યર આ ટૂર્નામેન્ટમાંથી બહાર તો IPL 2021 પર પણ સસ્પેન્સ


દુનિયાનું આ છે પ્રથમ અંડરગ્રાઉન્ડ ગામ, ઉનાળામાં 120 સુધી પહોંચે છે તાપમાન


એક નાના 10-12 વર્ષના બાળકને સારી શિક્ષા આપવાની જરૂર છે, ત્યાં તેની પોતાની માતા તેની સાથે આવા અશ્લીલ વીડિયો બનાવી રહી છે. અમે દિલ્હી પોલીસને નોટિસ મોકલી છે, આ મહિલા સામે કડક કાર્યવાહી થવી જોઇએ અને બાળકનું સારું કાઉન્સેલિંગ કરવાની પણ જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે અમે પોલીસને પણ આ તમામ વીડિયોને વહેલી તકે સોશ્યલ મીડિયા પરથી ડિલીટ કરવા જણાવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube