નવી દિલ્હી: શું તમે પાણીપુરીના શોખીન છો? જો હા તો હવે થોડા સંભાળીને પાણીપુરી ખાવી જોઇએ. કારણ કે બહારના ભોજનમાં ફક્ત ભેળસેળ જ નહી પરંતુ કીડા-મકોડા પણ જોવા મળ્યા છે. સાંજે જ્યારે પણ તમે માર્કેટમાં નિકળો છો તો પાણીપુરીની લારી તમને જરૂર જોવા મળશે. પાણીપુરીના શોખ પોતાના જીભ ચટાકા પર કાબૂ રાખી શકતા નથી અને ફાટાફટ તે લારી પર ખાવા માટે પહોંચી જાય છે. જોકે આપણે ઘણીવાર પાણીપુરીના સ્વાદથી સંતુષ્ટ થતા નથી, પરંતુ તેમછતાં મન રાખીને ખાઇ લઇએ છીએ. હવે જ્યારે બીજીવાર તમે પાણીપુરી ખાવા જાવ તો કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખજો, કારણ કે લોકો પાણીપુરી ખાતી વખતે હાઇજીન જેવી વસ્તુઓ જોતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાણીપુરીમાં નિકળ્યો હતો કીડો
પાણીપુરી ખાતી વખતે હાઇઝીનને નજરઅંદાજ કરવું સૌથી મોટી ભૂલ હોય છે. સોશિયલ મીડિયા (Social Media) પર એક ફોટો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે પાણીપુરીની અંદર કીડો દેખાઇ રહ્યો છે. કીડાના લીધે આ ફોટાને ઇન્ટરનેટ પર જોરદાર શેર કરવામાં આવી રહી છે. પાણીપુરીના પાણીમાં ડુંગળી વગેરે નાખેલું છે, પરંતુ એક નાનકડો કીડો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. કીડો જોયા બાદ તમારા મનમાં પ્રશ્ન થશે કે જ્યારે લારી પર પાણીપુરી ખાવા જાવ છો તો શું તેને અંદર જોઇ શકો છો. 

Condom હવે બની જશે જૂના જમાનાની વાત, પુરૂષો માટે આવ્યો સેફ ઉપાય


પાણીપુરી ખાતી વખતે હાઇજીનનું ધ્યાન રાખવું જરૂરી
આ વાત બિલકુલ સ્પષ્ટ છે કે પાણીપુરી ખાતી વખતે હાઇજીનનું ધ્યાન રાખવું એકદમ જરૂરી છે. તેને તમારે ફૂડ પોઇઝનિંગ, પેટમાં દુખાવો જેવી સમસ્યા થઇ શકે છે. જોકે આ ફોટા પર ઇન્ટરનેટ યૂઝર વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં ધ્યાન રાખવું પડશે કે પાણીપુરી ખાતા પહેલાં તેની અંદર જરૂર જોઇ લો, ક્યાંક કોઇ કીડો તો ફરી નથી રહ્યો ને. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube