નવી દિલ્હી: દુનિયામાં દરેકને કોઈને કોઈ શોખ જરૂર હોય છે. કેટલાક લોકોના શોખ એટલા બધા અજીબ હોય છે કે આ શોખ તેમને રાતોરાત અમીર બનાવી નાખે છે. કેટલાક લોકોને જૂની પૂરાણી અને અલગ અલગ પ્રકારના સિક્કાઓ ભેગા કરવાનો શોખ હોય છે. આમ તો જૂની ચીજો કે સિક્કા ભેગા કરવાનો શોખ તમને ગમે ત્યારે માલામાલ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 રૂપિયાનો આ સિક્કો બદલી નાખશે તમારું ભાગ્ય
કેટલાક લોકોને સ્ટેમ્પ કે સિક્કા ભેગા કરવાની આદત હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં અનેક સિક્કાનું નિર્માણ બંધ થઈ ગયું છે. હવે આવા સિક્કાઓની વેલ્યૂ ખુબ વધી ગઈ છે. આ રેર સિક્કાઓ ઉપરાંત ભારતના લોકો ક્વિન વિક્ટોરિયાના સિક્કાની પણ ખરીદી કરે છે. દિવાળી અને અક્ષય તૃતિયાના અવસરે આવા સિક્કાઓ લોકો જરૂરી ખરીદે છે. જાણો આવા જ એક સિક્કા વિશે. જે તમને ગણતરીની પળોમાં એક ક્લિકથી લખપતિ બનાવી શકે છે. 


વધી રહ્યો છે Black Fungus નો પ્રકોપ, જીવલેણ બીમારીથી બચવા માટે કારગર નીવડી શકે છે આ સરળ ઉપાયો


ખુબ જ ખાસ છે આ સિક્કો
ઓનલાઈન સાઈટ ક્વિકર પર ક્વિન વિક્ટોરીયા (Queen Victoria Coins) ના 1862માં બનેલા સિક્કાને વેચીને લખપતિ બની શકો છો. આ સાઈટ પર આ સિક્કો દોઢ લાખ રૂપિયામાં વેચાઈ રહ્યો છે. વર્ષ 1862માં બનેલો આ 1 રૂપિયાનો ક્વિન વિક્ટોરિયાનો ચાંદીનો સિક્કો (Silver Coin) રેર સિક્કા (Rare Coins) ની કેટેગરીમાં આવે છે. તેના બદલે તમને દોઢ લાખ  રૂપિયા સુધીની રકમ મળી શકે છે. 


Chhattisgarh: કોરોનાકાળમાં કલેક્ટર ભાન ભૂલ્યા, ફોન તોડી યુવકને માર્યો, હવે CM એ કરી કાર્યવાહી 


કેવી રીતે વેચશો તમારો રેર સિક્કો?
જો તમારી પાસે આ સિક્કો હોય તો તેને વેચવા માટે ક્વિકર (Quickr) પર ઓનલાઈન સેલર તરીકે રજિસ્ટર કરો. આ સિક્કાનો ફોટો ક્લિક કરીને તેને અપલોડ કરી દો. જો તમારું ભાગ્ય સારું હશે તો ખરીદાર સીધા તમને સંપર્ક કરશે. ત્યારબાદ પેમેન્ટ અને ડિલિવરીની શરતો પ્રમાણે તમે આ સિક્કો વેચી શકો છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube