Madhya Pradesh: પત્નીને ખુબ તકલીફ પડતી હતી તો દિવ્યાંગ ભિખારીએ 90 હજાર કેશ આપી મોપેડ ખરીદ્યુ, જુઓ Pics
દિવ્યાંગ પતિ અને તેની પત્ની ભીખ માંગીને ગુજારો કરતા હતા. પતિની ટ્રાઈસિકલને ધક્કો મારવામાં પત્નીને ખુબ તકલીફ પડવા લાગી તો પતિએ મોપેડ લીધુ. જાણો કેટલી કમાણી છે આ દંપત્તિની?
ઝી બ્યૂરો, છિંદવાડા: એક દિવ્યાંગ શારીરિક નબળાઈને પગલે ભીખ માંગવા માટે મજબૂર છે. પરંતુ આમ છતાં તેના પત્ની પ્રેમને કારણે તે હાલ ખુબ ચર્ચામાં છે. મધ્ય પ્રદેશના છિંદવાડામાં રહેતા દિવ્યાંગ સંતોષ સાહૂ રસ્તાઓ પર ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ માટે તેઓ એક ટ્રાઈસિકલ વાપરતા હતા. પત્ની આ ટ્રાઈસિકલને ધક્કો મારતી હતી. પરંતુ પત્નીને આ ટ્રાઈસિકલને ધક્કો મારવામાં ખુબ મુશ્કેલી પડતી હતી. જેના કારણે સંતોષે પાઈ પાઈ ભેગી કરીને મોપેડ માટે પૈસા બચાવ્યા અને આખરે એ દિવસ આવી ગયો કે તેણે આ મોપેડ ખરીદ્યું.
હાલ આ દંપત્તિનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. ભીખ માંગીને ગુજરાન ચલાવતા સંતોષે ચાર વર્ષ સુધી બચતમાં એક એક પાઈ જોડીને 90 હજાર રૂપિયા ભેગા કર્યા. ત્યારબાદ આ પૈસામાંથી મોપેડ ખરીદ્યું. દિવ્યાંગ સંતોષ છિંદવાડામાં ટ્રાઈસિકલ પર ભીખ માંગતો હતો. પત્ની આ ટ્રાઈસિકલને ધક્કો મારતી હતી. પણ પછી તેને ખુબ સમસ્યા થવા લાગી. જેના કારણે સંતોષે બચત કરીને પત્ની માટે થઈ શનિવારે આ મોપેડ ખરીદ્યું. સંતોષ સાહૂ અને પત્ની મુન્ની અમરવાડાના છે. સંતોષ બંને પગેથી દિવ્યાંગ છે. છિંદવાડાના બસ સ્ટેન્ડ પર રોજ ભીખ માંગીને ગુજરાન ચલાવે છે. તેમની પાસે એક ટ્રાઈસિકલ પણ છે જેના પર સંતોષ બેસી રહે છે. મુન્નીબાઈ આ ટ્રાઈસિકલને ધક્કો મારીને મંદિર અને દરગાહ સુધી લઈ જાય અને બંને ભીખ માંગે એ રોજનો ક્રમ છે.
દિવ્યાંગ સંતોષે જણાવ્યું કે રોજ બંને લગભઘ 300થી 400 રૂપિયા મેળવી લે છે. લોકો પાસેથી બે ટંકનું ભોજન પણ મળી જાય છે. સંતોષ શહેરમાં જે ઢાળવાળા વિસ્તારો હોય ત્યાં ટ્રાઈસિકલ ચલાવી શકતો નહતો. આવામાં પત્નીએ ધક્કો મારવો પડતો હતો. પતિને આ વાત ખુબ ખરાબ લાગતી હતી. પછી તો પત્નીએ પણ પતિને મોપેડ લઈ લેવાનું કહ્યું. ચાર વર્ષ પહેલા જ સંતોષે મોપેડ લઈ લેવાનું મન બનાવી લીધુ. ધીરે ધીરે પૈસા ભેગા કરવા લાગ્યા. આ રીતે 90 હજાર રૂપિયા ભેગા કર્યા. અત્રે જણાવવાનું કે આ અગાઉ છિંદવાડાની ગલીઓમાં બાર કોડથી ભીખમાં પૈસા લેનારો અન્ય એક ભિખારી પણ ચર્ચામાં આવ્યો હતો. હવે લોકો પાસે પૈસા માંગીને જીવન નિર્વાહ કરતા આ ભિખારી દંપત્તિની મોપેડ ખરીદી ચર્ચામાં છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube