હેમંત ચાપુડે/ખેડ: ઘોડા પર સવારી કરવી એ સરળ કામ નથી અને એક ઉંમર પછી તે વધુ મુશ્કેલ બની જાય છે. એવામાં મહારાષ્ટ્રના માવલ વિસ્તારમાં 75 વર્ષના એક વ્યક્તિના હાથ છોડીને ઘોડા દોડવવાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બળદગાડાની રેસમાં આગળ હતો ઘોડો
જોકે, માવલ વિસ્તારમાં બળદગાડાની રેસ હતી. રેસ દરમિયાન બળદગાડાની આગળ ઘોડા પર મધુકર પાંચપુતે સવાર હતા. એવું માનવામાં આવે છે કે ઘોડો જેટલી ઝડપથી દોડશે એટલી જ ઝડપથી બળદગાડું પણ દોડશે. એવામાં નક્કી થયું કે સામે ઘોડો દોડાવનાર વ્યક્તિ મજબૂત માણસ હોવો જોઈએ.

Retail Inflation: 7 મહિનાના રેકોર્ડ લેવલ પર છૂટક મોંઘવારી દર, RBI ની રેંજથી બહાર
 
હાથ છોડીને ઘોડાને ભગાડી રહ્યા હતા 75 વર્ષના વૃદ્ધ
એવામાં, જ્યારે રેસ શરૂ થઈ, ત્યારે મધુકર તેમના ઘોડા સાથે બુલેટની ઝડપે બહાર નિકળ્યા અને એવી રીતે બહાર આવ્યા કે લોકોની આંખો પહોળી રહી ગઈ. મધુકર 75 વર્ષના છે અને તે હાથ છોડીને ઘોડો ચલાવી રહ્યા હતા. જેણે પણ આ તસવીરો જોઈ તે આશ્ચર્યચકિત થઈ ગયો કે આજના સમયમાં તે કેવી રીતે ઘોડાની લગામ પકડ્યા વિના સવારી કરી રહ્યા છે.


મોટાભાગે ફક્ત યુવાનો જ કરી શકે છે ઘોડે સવારી
સામાન્ય રીતે યુવાન વ્યક્તિ ઘોડા પર સવારી કરે છે. મધુકરને જોઈને જૂના જમાનામાં દૂરદર્શન પર આવતી એડ યાદ આવી ગઈ. 60 વર્ષનો વૃદ્ધ છે કે 60 વર્ષનો યુવાન.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube