નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર આમ તો દરરોજ ઘણા વીડિયો વાયરલ થતાં હોય છે. પરંતુ ક્યારેક એવા વીડિયો વાયરલ થાય છે જેને જોયા બાદ લોકો વિચારવા માટે મજબૂર થઈ જાય છે અને તેના મનમાં સવાલ ઉઠે છે કે આ સમાજમાં આવા લોકો પણ છે શું? આવો એક વીડિયો તેલંગણાનો વાયરલ થઈ રહ્યો છે. આવો તમને આ વાયરલ વીડિયો વિશે જણાવીએ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેલંગણાનો વીડિયો થયો વાયરલ
માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ પર વાયરલ થઈ રહેલા વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્કૂટી પર એક વ્યક્તિ પોતાની બેગ લઈને બીઠો છે. બીજો વ્યક્તિ તે સ્કૂટીને ખેંચી રહ્યો છે. આ દરમિયાન ત્યાંથી ઘણા લોકો પસાર થાય છે પરંતુ કોઈ તેની મદદ કરતું નથી. એટલું જ નહીં સ્કૂટી પર બેઠેલો વ્યક્તિ નીચે પણ ઉતરતો નથી. સોશિયલ મીડિયામાં આ વીડિયોને ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. આ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્કૂટીમાં પેટ્રોલ પૂરુ થઈ ગયું છે અને રેપિડો ચાલક સ્કૂટી ખેંચીને ગ્રાહકને લઈ જઈ રહ્યો છે.


અહીં જુઓ વાયરલ વીડિયો



આ વીડિયોને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું- આવું ત્યારે થાય છે જ્યારે તમારૂ હૃદય  મગજની જગ્યાએ અને મગજ હૃદયની જગ્યાએ હોય છે, હૃદયહીન લોકો. બીજા યૂઝરે લખ્યું- રેપિડો અને અન્ય બધી કંપનીઓએ આ વ્યક્તિ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ, સાથે તે તપાસ કરવાની જરૂરીયાત છે કે શું આ વ્યક્તિને ચાલવામાં કોઈ સમસ્યા છે. તો એક યૂઝરે લખ્યું- આટલું જલ્દી નિર્ણય પર ન પહોંચવું જોઈએ, શું કોઈએ ગ્રાહક કે સવાર સાથે વાત કરી?