Chennai News: ચેન્નઇના આવાડી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેનાર લોકો રવિવારે ડરી ગયા. જોકે એક વિડીયો વાયરલ થયો છે જેમાં નાનકડું બાળક ટીનની છતના કિનારે પર બેઠેલું જોવા મળે છે. આ વીડિયો લગભગ ત્રણ મિનિટનો છે અને તેમાં એ બતાવામાં આવ્યું છે કે કેવી રીતે તે બાળક ચોથા માળેથી બીજા માળના ટીન શેડ પર આવીને પડ્યું અને ત્યાં ફસાઇ ગયું. બાળકે બીજા માળે પોતાની જાતને રોકી રાખ્યું અને સમાજના બાકીના લોકો જીવ બચાવવા માટે ભેગા થયા. આ વીડિયો એક ફ્લેટની બાલ્કનીમાંથી બનાવવામાં આવ્યો છે અને તેમાં તમે જોઈ શકો છો કે બીજા માળે ટેરેસની કિનારે આઠ મહિનાનું બાળક હાથ અને ઘૂંટણ પર બેઠું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sign on Palm: જો આમાંથી એકપણ નિશાન તમારી હથેળી છે તો ગમે ત્યારે બની શકો છો કરોડપતિ
મોકો ચૂકતા નહી! ₹1.14 લાખ સસ્તી મળી રહી છે આ કાર, આ ગ્રાહકોને મળશે ટેક્સ ફ્રી કાર


બાળકનો જીવ બચાવવા માટે સાથે આવ્યા લોકો
વીડિયોમાં તમે જોઇ શકો છો કે બાળકને જોઇને ત્યાં રહેતા લોકો ડરના મારે બૂમો પાડવા લાગે છે. ત્રણ વ્યક્તિ પહેલાં માળની બારી ઉપરથી ચઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેથી બાળકને પકડી શકે. નીચે જમીન પર કેટલાક લોકો એક ચાદરને ફેલાવેલી છે. જેથી જો બાળક પડી જા તો ચાદર પર પડે. ચાદર નીચે ગાદલું પણ રાખ્યું છે જેથી બાળકને ઇજા ન પહોંચે. 


લંડનના મેયરની ચૂંટણીમાં ભારતીય મૂળના બિઝનેસમેન પાકિસ્તાની મૂળના નેતાને આપશે ટક્કર
પારો 43 ડિગ્રીને પાર, ગરમીના લીધે 2 લોકોના મોત, હજુ કેટલા દિવસ બાળશે તાપ?


ચોથા ફ્લોર પરથી પડ્યું તો બીજા માળે અટક્યું
આશ્વર્યજનક વિડીયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે ટીન શેડને ઉપર બેસ્યું છે. બાળક ધીમે ધીમે છતના કિનારેથી સરકી જાય છે, તેના પગ હવામાં લટકવા લાગે છે. ત્યારે એક વ્યક્તિ પહેલા માળની બારીમાંથી બહાર નિકળે છે અને બાળક સુધી પહોંચવા માટે રેલિંગ પર ઉભો થઇ જાય છે. જેવો જ તે પોતાનો હાથ આગળ વધારે છે, બે અન્ય લોકો તેને મજબૂતીથી પકડી લે છે. તેઓ બાળકને પકડીને એપાર્ટમેન્ટની અંદર લઈ જાય છે, જ્યાં એક માણસ તેને પોતાના હાથમાં લઈ લે છે.


Mukesh Ambani પુત્ર અનંતના લગ્નમાં કેટલો ખર્ચ કરશે? સાંભળીને ઉડી જશે હોશ
તાબડતોડ રિટર્ન: 1 વર્ષની FD કરવા માટે આ રહ્યા 3 બેસ્ટ ઓપ્શન, 7.75% મળશે વ્યાજ


એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં બનશે શુભ રાજયોગ, 5 રાશિઓને પડી જશે મૌજ
Chaturgrahi Yog: ચાર મોટા ગ્રહ મચાવશે ધમાલ, રાત-દિવસ નોટો છાપશે આ રાશિના લોકો