Girl Fight Video: મારપીટના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા હોય છે. પણ હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે ચોંકી જશો. રસ્તા પર કેટલીક છોકરીઓ એકબીજા સાથે ભીડી જાય છે અને બેકગ્રાઉન્ડમાં ડીજેનું મ્યુઝિક પણ સંભળાય છે. આ દરમિયાન છોકરીઓ એકબીજાના વાળ પણ ખેંચવા લાગે છે. ઝઘડો રોકવા માટે કેટલાક લોકો વચ્ચે પડે છે પરંતુ છોકરીઓ તેમને ગણકારતી નથી અને એકબીજાને મારતી રહે છે. વાયરલ વીડિયો જોઈને લોકોને એ સમજમાં જ નથી આવતું કે આખરે આ છોકરીઓ કઈ વાત પર આટલું ઝઘડે છે. 


આ વાયરલ વીડિયો છત્તીસગઢના સુરજપુર જિલ્લાના બિશ્રામપુર વિસ્તારનો હોવાનો કહેવાય છે. આ છોકરીઓ વચ્ચે કઈ વાત પર ઝઘડો થયો હતો તે હજુ સામે આવ્યું નથી. જો કે સ્થાનિકો વચ્ચે પડ્યા બાદ છોકરીઓ શાંત થઈ અને ઝઘડાનો પણ અંત આવી ગયો. પરંતુ છોકરીઓના ઝઘડાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube