Girls Support IPL Team CSK in Pushpa Style: આઈપીએલનો ખુમાર ચરમસીમાએ છે. આ યાદીમાં માત્ર છોકરાઓ જ નહીં પણ છોકરીઓ પણ સામેલ છે. સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે છોકરીઓ પીળી સાડી પહેરીને  પુષ્પા સ્ટાઈલમાં ચેન્નાઈની ટીમને સપોર્ટ કરી જોવા મળે છે. જો કે આ આઈપીએલની આ સીઝનમાં ચેન્નાઈનું પ્રદર્શન બહુ સારું નથી રહ્યું પરંતુ આમ છતાં ટીમના પ્રશંસકોને જાણે કોઈ ફરક પડતો નથી અને ટીમનું મનોબળ વધારવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં બે છોકરીઓ અલ્લુ અર્જૂનની ફિલ્મ પુષ્પાના લોકપ્રિય ગીત ઉ અંટાવા ગીત પર ડાન્સ કરી રહી છે. સીએસકેની જરસીનો જે કલર છે તે જ પીળા કલરની સાડી પહેરીને છોકરીઓ હાથમાં બોલ અને બેટ લઈને ડાન્સ કરતી જોવા મળી રહી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube