Viral Video : ભાંગડાની ધૂન પર વાગી `જિંગલ બેલ, જિંગલ બેલ`ની ધૂન
મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ પંજાબી વર્ઝન શેર કર્યું છે
નવી દિલ્હીઃ ક્રિસમસ પર 'જિંગલ બેલ' સાંભળીને દરેકનું મન ખુશ થઈ જાય છે. આજે 25 ડિસેમ્બરના રોજ દુનિયાભરમાં લોકો નાતાલ ઉજવી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ લોકો જાત-જાતના શુભેચ્છા સંદેશા મોકલતા હોય છે.
આજે નાતાલ નિમિત્તે એક ઈન્ડિયન મ્યુઝિશિયન ગ્રૂપે 'જિંગલ બેલ' ગીતને દેશી ટચ આપીને ધૂમ મચાવી દીધી છે. સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો જોરદાર ટ્રોલ થઈ રહ્યો છે. મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ પોતાના ટ્વીટર એકાઉ્ટ પર આ પંજાબી જિંગલ વર્ઝન શેર કર્યો છે.
આનંદ મહિન્દ્રાએ પોસ્ટ કરતા લખ્યું છે કે, મને નથી લાગતું કે હવે હું જિંગલ બેલ ભાંગડા મ્યુઝિક વગર ક્યારેય સાંભળી શકીશ. કેમ કે આ પંજાબી વર્ઝન સાંભળ્યા બાદ મારા મગજમાં ઢોલનો સાઉન્ડ વાગતો રહેશે.
ઉલ્લેખનીય છે કે, પંજાબી વર્ઝનથી પહેલાં જિંગલ બેલનું એક ભોજપુરી વર્ઝન પણ આવ્યું હતું. આ વર્ઝન પણ ખુબ જ ફેમસ રહ્યું હતું અને ઉત્તર ભારતના રાજ્યોમાં તે ખુબ જ વાયરલ થયું હતું.
તમને જાણીને આશ્ચર્ય થશે કે, જિંગલ બેલનું એક મુંબઈયા વર્ઝન પણ આવેલું છે. જે જરા હટકે છે અને જોરદાર હીટ થયું છે.
બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડને વળી એક નવો જ વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં કેનેડાના બાળકો ક્રિસમસના પ્રસંગે ભારતની પ્રખ્યાત આરતી 'ઓમ જય જગદીશ હરે' ગાઈ રહ્યા છે.
આજે નાતાલ પ્રસંગે બોલિવૂડથી માંડીને હોલિવૂડ અને તમામ ટોચની સેલિબ્રિટિઝ કંઈક નવા પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને સૌને નાતાલના અભિનંદન પાઠવી રહ્યા છે.