ગાઝિયાબાદઃ આજે કરવા ચોથ છે અને આ દિવસે પરીણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવક પોતાની પ્રેમિકાને કરવા ચોથની ખરીદી કરાવી રહ્યો હતો. આ દરમિયાન તેને પત્નીએ રંગેહાથ ઝડપી લીધો અને યુવક પ્રેમિકાની સ્વજનો સાથે મળીને ધોલાઈ કરી હતી. પત્નીએ ચપ્પલ ઉતારી પતિ અને પ્રેમિકાને બજારમાં માર માર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન બજારમાં ખરીદી કરી રહેલા લોકોનું ટોળુ ભેગું થઈ ગયું હતું. મારપીટનો આ વીડિયો સોશિયલ  મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મામલો નગર કોતવાલી સુધી પહોંચી ગયો, પીડિત પત્નીએ પતિની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપિત પતિનું શાંતિ ભંગની કલમો હેઠળ ચલણ કાપ્યું અને યુવતીને ચેતવણી આપી છોડી દીધી હતી. 


પત્ની પિયરમાં રહે છે
પોલીસ અનુસાર સિહાની હેટ ક્ષેત્રની પ્રીતિના લગ્ન વર્ષ 2017માં વિજયનગરના રાહુલ સાથે થયા હતા. લગ્ન બાદ બંને વચ્ચે વિવાદ રહેવા લાગ્યો અને છેલ્લા ત્રણ વર્ષથી પ્રીતિ પોતાના પિયરમાં રહે છ. બંને વચ્ચે વિવાદ સંબંધિત એક અરજી કોર્ટમાં પેન્ડિંગ છે. 


કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નિષ્પક્ષ ચૂંટણી? શશિ થરૂરે કહ્યું કે......


પત્નીએ બંનેને રંગે હાથ ઝડપી લીધા
આ દરમિયાન બંને રંગેહાથ ઝડપાયા હતા. આરોપ છે કે વિરોધ કરવા પર રાહુલે તેની સાથે ઝગડો કર્યો અને મારામારી કરી. ત્યારબાદ પ્રીતિએ બંનેની ચપ્પલથી ધોલાઈ કરી અને કહ્યું કે હાલ કરવા ચોથનો ચાંદ દેખાડુ છું. આ દરમિયાન ત્યાં ખરીદી કરવા આવેલા લોકો ભેગા થઈ ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube