Bhaisasur Viral Video: આમ તો તમે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જોયા હશે પરંતુ ઉત્તર પ્રદેશના મહારાજગંજથી સામે આવેલા આ મામલા વિશે જાણીને તમને આશ્વર્ય થશે. જોકે અહીં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે દર ત્રીજા વર્ષે નાગ પંચમી પર તેના શરીરમાં ભૈંસાસુર પ્રવેશ કરી જાય છે અને ત્યારે તે કોઇ ભેંસની માફક ઘાસ ખાવા લાગે છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે વ્યક્તિ ભૈંસાસુર બનીને ઘાસ ખાવા લાગે છે તો મોટી સંખ્યામાં લોકો તેની પાસે આવે છે અને તેના આર્શિવાદ લે છે. આ વાયરલ વીડિયોની સચ્ચાઇ જણીને તમે પણ આશ્વર્ય પામશો. 


40 વર્ષથી આવે છે ભૈંસાસુરની સવારી!
જોકે મોટાભાગના લોકો તેન અંધવિશ્વાસ કહી રહ્યા છે. દર ત્રીજી નાગ પંચમી પર ભૈંસાસુર બનવાનો દાવો કરનાર આ વ્યક્તિનું નામ બુધીરામ છે. તે રોડવેઝમાં કામ કરતો હતો અને હવે નિવૃત થઇ ચૂક્યો છે. બુધીરામે જણાવ્યું કે તેના શરીરમાં ભૈંસાસુર પ્રવેશ કરવાની ઘટના ગત 40 વર્ષથી વધુ સમયથી થઇ રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube