Trending Video : સોશિયલ મીડિયા પર અવનવા કરતબોનો વીડિયો વાયરલ થતા હોય છે. ઘણી વખત એવું જોવા મળે છે, જેની કોઇએ કલ્પના પણ ન કરી હોય. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં સાઇકલ ચાલક વાહનોની અવરજવર વચ્ચે છૂટા હાથે સાઇકલ ચલાવી રહ્યો છે. એટલું જ નહીં વીડિયોમાં જોઇ શકો છો કે, સાઇકલ ચાલકના માથા પર મોટા પ્રમાણમાં વજન છે. છતા પણ કોન્ફિડન્સ સાથે આ વ્યક્તિ સાઇકલ ચલાવે છે. આ વીડિયો યૂઝર્સને પણ પસંદ આવી રહ્યો છે... કેમ કે, આ રીતે સાઇકલ ચલાવવી સહેલી નથી હોતી..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


તમને જણાવી દઇએ કે, આઇપીએસ ઓફિસર આરિફ શેખે ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. જેમા તેઓએ કેપ્શન લખ્યું હતું કે, કઇ મળે કે ન મળે પણ લાઇફમાં આટલો કોન્ફિડન્સ મળવો જોઇએ. હાલ સાઇકલ ચાલકનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.