ભારતમાં લગ્નને ખાસ મહત્વ અપાતું હોય છે. જીવનની આ મહત્વની પળોને યાદગાર બનાવવા માટે લોકો અનેક પ્રકારે જતન  કરે છે. આજકાલ લગ્નની યાદોને સંગ્રહ કરી રાખવા મટે લોકો પ્રી વેડિંગ, પોસ્ટ વેડિંગ જેવા અનેક ફોટોશૂટ કરાવે છે. પ્રી વેડિંગ ફોટોશૂટ તો સામાન્ય થઈ ગયું છે. પાણી, પહાડ, જંગલ સહિત અનેક એવી જગ્યાઓ છે જ્યાં જઈને લોકો પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવે છે. પરંતુ એક કપલે તો પ્રી વેડિંગ ફોટોશૂટમાં હદ જ પાર કરી નાખી. તેમણે એક રોમેન્ટિક ફોટોશૂટ કરાવ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો દંગ રહી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન પહેલા એક કપલે પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવ્યું જેનો વીડિયો હાલ વાયરલ થયો છે. આ વીડિયોમાં કપલ સજી ધજીને ફોટોશૂટ કરાવી રહ્યું છે. પરંતુ આ વીડિયો લીપલોકથી શરૂ થાય છે અને લીપ લોક પર જ પૂરો થાય છે. આ નાનકડા વીડિયોમાં કપલનું લીપલોક જ દેખાડવામાં આવ્યું છે. આ પ્રી વેડિંગ ફોટોશૂટનો એક નાનકડો ભાગ છે. 


આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી. કેટલાક લોકોનું કહેવું છે કે યુવા પેઢી પશ્ચિમી સભ્યતાની નકલ કરી રહી છે. જે ભારત માટે યોગ્ય નથી. આ પ્રકારના હદથી વધુ રોમેન્ટિક પ્રી વેડિંગ ફોટોશૂટની શું જરૂર છે? લગ્ન કરીને ખુશ રહો, આ પ્રકારના વીડિયો સમાજમાં ખોટો સંદેશ આપે છે. 



અનેક લોકોએ એમ પણ કહ્યું કે તેમને નવાઈ એ લાગે છે કે કપલના પરિવારવાળાએ આ પ્રકારના ફોટોશૂટની મંજૂરી કેવી રીતે આપી. કેટલાક લોકોએ પ્રી વેડિંગ ફોટોશૂટનો આખો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની સલાહ આપતા કહ્યું કે લગ્નના દિવસનો વીડિયો પણ પોસ્ટ કરવાનું ન ભૂલતા. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે હવે આગળ શું શું જોવાનું બાકી છે. 


પ્રી વેડિંગ ફોટોશૂટને લઈને લોકોના અલગ અલગ અભિપ્રાય હોય એ કોઈ નવી વાત નથી. આ અગાઉ પણ અનેક કપલ પોતાના પ્રી વેડિંગ શૂટને લઈને ટીકાનો  ભોગ બની ચૂક્યા છે. હવે આ યાદીમાં આ વીડિયો પણ સામેલ થઈ ગયો છે.