Sasur Bahu Fight Video: એવો કોઈ પરિવાર નહીં હોય જ્યાં સભ્યો એક બીજા સાથે ચર્ચામાં ન ઉતરતા હોય. જો કે થોડીવાર ચર્ચા થયા બાદ બધુ નોર્મલ થઈ જતું હોય છે. પરંતુ ક્યારેક કેટલાક કિસ્સાઓમાં તો વાત એવી વણસી જાય છે કે વાત ન પૂછો. જે મોટા ઝઘડામાં પણ પરિણમે છે. ઘરેલુ હિંસાના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. ક્યારેક સાસરિયાઓ દ્વારા વહુને પરેશાનીના કેસ જોવા મળતા હોય છે. પરંતુ આ એક એવો કિસ્સો છે જેમાં એક મહિલા જાહેરમાં તેના સસરા પર હુમલો કરી રહી છે. આ ઘટના કેમેરામાં કેદ  થઈ અને હાલ વીડિયો વાયરલ છે. 


જાહેરમાં રસ્તા વચ્ચે વહુએ સસરાને દોડાવી દોડાવી માર્યા
વીડિયોમાં ફ્લોરેશન પીળા રંગના સલવાર કૂર્તામાં જોવા મળી રહેલી મહિલાએ હાથમાં લોખંડનો સળિયો પકડેલો જોઈ શકાય છે. તેના હાવભાવથી એવું લાગે છે કે મહિલા એક વૃદધ પર બૂમો પાડી રહી છે. જ્યારે અન્ય એક મહિલા અને પુરુષ તેને શાંત કરવાની કોશિશ કરે છે. થોડીવાર બાદ નારાજ મહિલા આગળ વધે છે જ્યારે બીજી મહિલા વૃદ્ધને બચાવવાની કોશિશ કરે છે. આ બધા વચ્ચે ગુસ્સે ભરાયેલી મહિલા વૃદ્ધ વ્યક્તિને પાઈપથી મારવાની કોશિશ કરે છે. પરંતુ બીજી મહિલા વચ્ચે પડીને હુમલાને રોકે છે. અચાનક વૃદ્ધ ત્યાંથી ભાગવા લાગે છે અને મહિલા રસ્તા પર તેનો પીછો કરે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube