સોશિયલ મીડિયા પર રીલ્સ અપલોડ કરવાનો ક્રેઝ ખુબ વધી ગયો છે. હાલમાં જ એવા અનેક મામલા સામે આવ્યા છે જ્યારે રીલ્સ બનાવવાના ચક્કરમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા. આવો જ એક મામલો સામે આવ્યો છે. જ્યાં રીલ બનાવવાના ચક્કરમાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું પણ કહેવાય છે. બે યુવકો બાઈક પર જઈ રહ્યા હતા અને વીડિયો બનાવવાના ચક્કરમાં તેમની બાઈકનો અકસ્માત થઈ ગયો અને એક વ્યક્તિનું તો ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. સોશિયલ મીડિયામાંઆ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મામલો મહારાષ્ટ્રમાં ધુલે-સોલાપુર હાઈવેનો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે યુવકો હાઈવે પર બાઈકથી જઈ રહ્યા હતાઅને ત્યારે પાછળ બેઠેલો વ્યક્તિ વીડિયો બનાવવા લાગે છે. ત્યારબાદ બાઈક  ચલાવી રહેલો વ્યક્તિ વીડિયોમાં પોઝ આપવા માટે પાછળ મોબાઈલ કેમેરા  તરફ જુએ છે. આવામાં ધ્યાન કેમેરા તરફ રહેવાથી બાઈકનો અકસ્માત થાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે અને રીલ્સના પાગલપણા વિશે લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે. 



વીડિયોમાં જોવા મળે છે કે કઈ રીતે બાઈકનો અકસ્માત થાય છે અને પછી કેમેરા સ્ટેબલ થઈ જાય છે. રિપોર્ટ્સ મુજબ આ અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. બાઈક ચલાવી રહેલા યુવકો વિશે કોઈ માહિતી હજુ સામે આવી નથી.