Watch Viral Video: લીલા શાકભાજી ખાવા એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેના અનેક લાભ થાય છે. બીમારીઓથી છૂટકારો મળતો હોય છે. રોગ દૂર રહે છે. મોટાભાગે શાકભાજી વેચનારાઓને તમે શાકભાજીને લીલાછમ રાખવા માટે પાણી છાંટતા જોયા હશે. આ ઉપરાંત દુકાનદારો શાકભાજીને સારી રીતે ધોતા પણ હોય છે. જેથી કરીને શાકભાજી તાજા રહે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેકવાર એવું પણ જોવા મળ્યું છે કે ખરાબ શાકભાજીને શાકભાજીવાળા ધોઈને ગ્રાહકોને પધરાવી દેતા હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે ચોક્કસપણે સ્તબ્ધ થઈ જશો. વિચાર આવશે કે લોકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડા કરવાનો હક આ બધાને કોણે આપ્યો? વીડિયોમાં એક શાકભાજી વેચનારો એવું કામ કરતો જોવા મળે છે કે ગુસ્સો આવી જાય. આ વીડિયો જોકે હાલનો નથી, ઘણો જૂનો છે. 


નાળાના પાણીથી ધૂએ છે શાકભાજી
દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે વિશ્વાસનો સંબંધ હોય છે. ગ્રાહકો દુકાનદારોના ત્યાંથી ગુણવત્તા જોઈને જ સામાન ખરીદતા હોય છે. સોશયિલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો ખરેખર ચોંકાવનારો છે. આ વીડિયોમાં વ્યક્તિ નાળાના ગંદા પાણીથી શાકભાજી ધોતો જોવા મળે છે. શાકભાજી ગંદાપાણીથી ધોઈને પોતાની રેકડી પર મૂકી રહ્યો છે. 


@igopalgoswami ટ્વિટર એકાઉન્ટથી ફરીથી ટ્વીટ કરાયો છે. આ ઘટના મહારાષ્ટ્રના ભીવંડીની હતી. આ મામલે આરોપી વ્યક્તિ પર આઈપીસીની કલમ 273 હેઠળ કેસ પણ દાખલ થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube