નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એવો વીડિયો વાયરલ થયો કે ખાવાના શોખીનો હચમચી ગયા. જેમાં એક વ્યક્તિ થૂંકીને રોટી અને નાન બનાવી રહ્યો છે. વ્યક્તિનો આ વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો વાયરલ વીડિયો ગાઝિયાબાદના સિહાનીગેટ વિસ્તારના એક ચિકન કોર્નરનો હોવાનું કહેવાય છે. વીડિયો સામે આવ્યા બાદ પ્રશાસન એક્શનમાં આવી ગયું. વ્યક્તિનો થૂંક લગાવીને ખાવાનું બનાવવાનો વીડિયો જોઈને લોકોમાં ખુબ આક્રોશ છે. પોલીસ પણ આ મામલાની ગંભીરતા જોતા એક્શન મોડમાં આવી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે આરોપીને દબોચી પણ લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આ વીડિયોમાં
વાયરલ વીડિયોમાં વ્યક્તિ તંદૂરી રોટી બનાવી રહ્યો છે. રોટી  બનાવતી વખતે તે રોટી પર થૂંકતો જોવા મળી રહ્યો છે અને પછી તે રોટી ભટ્ટીમાં પકવવા માટે નાખે છે. રેસ્ટોરામાં આ સિવાય પણ અન્ય લોકો જોવા મળી રહ્યા છે. પરંતુ કોઈનું ધ્યાન આ વ્યક્તિ પર જતું નથી. રેસ્ટોરાની બહારની તરફથી કોઈ વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો છે. જે વાયરલ થઈ રહ્યો છે.


રેસ્ટોરા વિરુદ્ધ થઈ ફરિયાદ
મીડિયા રિપોર્ટ્સ મુજબ સમગ્ર મામલો ગાઝિયાબાદના પોલીસ મથક સિહાનીગેટ વિસ્તારના રાકેશ માર્ગ સ્થિત એક ચિકન પોઈન્ટનો કહેવાઈ રહ્યો છે. એવું કહેવાય છે કે આ વીડિયો થોડો જૂનો છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોએ ખુબ હોબાળો મચાવ્યો અને ચિકન પોઈન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરતા પ્રદર્શન કર્યું. ત્યારબાદ હરકતમાં આવેલી પોલીસે રોટી બનાવનારા તમીઝુદ્દીન નામના વ્યક્તિની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો અને ચિકન પોઈન્ટ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube