Emotional Video: રસ્તાની સાઈડમાં બેઠેલી મહિલાએ ખાવાનું મળવા પર આપ્યું આ રિએક્શન
દેશમાં વધતા કોરોના સંક્રમણે (Corona Cases In India) લોકોની દુનિયા બદલી નાખી છે. દરેક વ્યક્તિ એકબીજાને મદદ કરવા શક્ય તમામ મદદ કરી રહ્યો છે
નવી દિલ્હી: દેશમાં વધતા કોરોના સંક્રમણે (Corona Cases In India) લોકોની દુનિયા બદલી નાખી છે. દરેક વ્યક્તિ એકબીજાને મદદ કરવા શક્ય તમામ મદદ કરી રહ્યો છે. કોરોના સંક્રમણના (Coronavirus) કારણે ઘણા રાજ્યોમાં લોકડાઉનની (Lockdown) સ્થિતિ બની ગઈ છે તો કેટલી જગ્યાઓ પર નાઈટ કર્ફ્યૂ (Corona Curfew) લગાવવામાં આવ્યું છે. આ કારણથી ઘણા લોકોને રોજગાર (Unemployment In India) સંબંધિત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે એક ખુબ જ ઈમોશનલ વીડિયો (Emotional Video) વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
ખાવાનું મળવા પર ભાવુક થઈ વૃદ્ધ મહિલા
આઈપીએસ અધિકારી દિપાંશુ કાબરાએ (IPS Officer Dipanshu Kabra) પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પર એક વૃદ્ધ મહિલાનો વીડિયો (Woman Video) શેર કર્યો છે. આ મહિલા ખૂબ જ દયનીય હાલતમાં રસ્તાની બાજુમાં બેઠી હતી. તેમને જોઈને એક વ્યક્તિનું હૃદય ભાવુક થઈ ગયું હતું. તેણે તે વૃદ્ધ મહિલાને ખાવાનું અને પાણીની બોટલ આપી. વ્યક્તિની ઉદારતા જોઈને મહિલા ખૂબ જ ભાવનાત્મક રીતે રડવા લાગી. તમે પણ જુઓ ઇમોશનલ વીડિયો (Emotional Video).
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube