Viral Video: ઇટાલિયન ડિશ પિત્ઝા (Pizza) માટે એક કહેવત છે કે પ્રેમ નિરાશ કરી શકે છે પરંતુ પિત્ઝા નહી. ગુજરાતના સુરત (Surat) શહેરમાં એક નવો કલેવર આપવામાં આવ્યો છે. જેને જોઇને તમે પણ ચોંકી જશો. સુરત (Surat) માં એક સ્ટ્રીટ-સાઇડ ફૂડ સ્ટોલ (Street side Food Stall) પર માટીની કુલડીમાં પિત્ઝા (Pizza in Kulhad) પિરસવામાં આવી રહ્યો છે. દેશમાં પહેલીવાર પિત્ઝા સાથે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ અનોખા પિત્ઝાના ફોટો-વીડિયો પણ જોરદાર વાયરલ (Viral) થઇ રહ્યા છે. એટલું જ નહી ઘણા લોકોનું કહેવું છે કે તે આ નવા પિત્ઝાના સ્વાદને માણવા માટે બેચેન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળી ચૂક્યા છે 2 મિલિયનથી વધુ વ્યૂ
કુલડીમાં સર્વ થનાર આ પિત્ઝાનો વીડિયો આમચી મુંબઇ નામના એક યૂટ્યૂબ પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધી 2 મિલિયનથી વધુ વાર જોવાઇ ચૂક્યો છે અને આ અત્યારે પણ વાયરલ થઇ રહ્યો છે. આ અનોખા પિત્ઝાને સુરતના જાણિતા સ્નેક્સ આઉટલેટ કોન ચાટએ લોન્ચ કર્યો છે. લોકોએ આ વીડિયોને જોઇને ઘણી રસપ્રદ કોમેન્ટ્સ કરવામાં આવ્યું છે. 

વિદેશ જનારાઓ માટે જરૂરી સમાચાર, બદલાઇ ગયા પાસપોર્ટના નિયમ, જાણો સમગ્ર પ્રોસેસ


'Taarak Mehta'... ના આ એકટરને ઓળખ્યો તમે? રિયલ લાઇફમાં છે જેઠાલાલ સાથે ખાસ કનેક્શન


ત્યારબાદ તેમાં ચાટ મસાલો, ચિલી ફ્લેક્સ, સીક્રેટ સોસ અને મીઠું મીક્સ કર્યું. પછી આ સમગ્ર મિક્ચરને એક કુલડીમાં ભરી દીધો. ત્યારબાદ ઉપરથી સોસ અને લિક્વિડ ચીઝ નાખે છે. ફરી ઢગલાબંધ મોજેરેલા ચીઝ નાખ્યું અને અંતે આ કુલડી પિત્ઝાને માઇક્રોવેવમાં શેકાવવા માટે મુકી દે છે. કુલડી પિત્ઝાને લીલા ધાણા વડે શણગારી તેને સર્વ કરો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube