ભોપાલઃ Viral Video: આપણી આસપાસ ક્યારેક એવી ગંદી હરકતો જોવા મળે છે, જેને જોઈને આપણું લોહી ઉકળી ઉઠે છે. આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ગુસ્સે થઈ જશો. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર પેશાબ કરી રહ્યો છે. માનવતાને શર્મસાર કરનાર આ વ્યક્તિ પર સોશિયલ મીડિયામાં લોકો ભારે ગુસ્સે થયા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ લોકો આ વ્યક્તિ પર કાર્યવાહી કરી જેલમાં પૂરી દેવાની માંગ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વ્યક્તિએ હદ વટાવી દીધી
વાયરલ થઈ રહેલો વીડિયો મધ્ય પ્રદેશનો હોવાનું સામે આવ્યો છે. જ્યાં માનવતાને શર્મસાર કરવામાં આવી છે. આ વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે બદમાશ કઈ રીતે સિસ્ટમને બાજુ પર મુકીને કોઈના ડર વગર આ કામ કરી રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ નીચે બેઠેલા બીજા વ્યક્તિ પર પેશાબ કરી રહ્યો છે. આ વીડિયોમાં જે વ્યક્તિ પેશાબ કરી રહ્યો છે, તેના હાથમાં સિગારેટ પણ છે. તે દારૂના નશામાં હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો તેની ધરપકડ કરવાની માંગ કરી રહ્યાં છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube