VIDEO : દંડથી બચવા માટે મારી કોન્સ્ટેબલને ટક્કર, ચાલતી કાર પર લટકતો રહ્યો પોલીસ કર્મચારી
આરોપીએ પોતાની ભુલ માનવાને બદલે પોલીસકર્મીઓને ધમકાવાનું પણ શરૂ કર્યું
નવી દિલ્હી : દિલ્હીમાં ટ્રાફિકના નિયમોને ઘોળીને પી જનાર વાહનચાલકોને પોલીસનો કોઈ જાતનો ડર નથી જેનો પુરાવો છે લેટેસ્ટ વીડિયો. આ વીડિયોમાં વાહનચાલક થોડાક દંડથી બચવા માટે ટ્રાફિક પોલીસને કચડવાનો પ્રયાસ કરી રહ્યો્ છે. આ સિવાય આરોપી જ્યારે પકડાઈ ગયો ત્યારે વાહનચાલક પોલીસકર્મીને ધમકાવીને તેમની વિરૂદ્ધ કોર્ટકેસ કરવાની ધમકી આપતો ઝડપાઈ ગયો છે.
આ ઘટના મંગળવારે સાંજે દિલ્હીના નારાયણ નગર વિસ્તારમાં બની હતી. અહીં સાંજે સાડાપાંચ કલાકે પોલીસકર્મીએ એક સફેદ એસયુવીને અટકાવાનો પ્રયાસ કર્યો કારણ કે વાહનચાલકે સીટ બેલ્ટ નહોતો પહેર્યો. ટ્રાફિકના નિયમો પ્રમાણે વાહનચાલક અને તેની સાથે પ્રવાસ કરી રહેલી વ્યક્તિ માટે સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત છે.
આ કાર રોકાવાના બદલે ટ્રાફિકકર્મી પર ચડી ગઈ. આ પોલીસકર્મી બોનેટ પર લટકી ગયો હતો પણ આમ છતાં કાર રોકાઈ નહોતી. આ કાર લગભગ 500 મીટર સુધી દોડતી રહી અને પોલીસકર્મી એના પર લટકતો રહ્યો. આખરે 500 કિલોમીટર સુધી દોડાવીને કારચાલકે આખરે બ્રેક મારી હતી. હાલમાં પોલીસે આ ઘટના મામલે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...