સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોને અત્યાર સુધીમાં અનેક લોકોએ જોયો છે. આ સાથે જ આ વીડિયોને ઘણો પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. જેના પર અનેક લોકોએ લાઈક્સની સાથે કમેન્ટ પણ કરી. આ વીડિયો વારાણસીના જેઆરએસ ટ્યૂટોરિયલનો છે. જ્યાં ક્લાસની અંદર અચાનક બે છોકરીઓ વચ્ચે હાથાપાઈ શરૂ થઈ ગઈ. લડાઈ રોકવા માટે ત્યાં હાજર લોકો વચ્ચે પડીને અટકાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ સમગ્ર ઘટના ત્યાં હજાર એક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થઈ રહેલા આ વારાણસીના વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે ક્લાસ દરમિયાન બે છોકરીઓ વચ્ચે હાથાપાઈ શરૂ થઈ ગઈ. ત્યાં ઊભેલા લોકોએ લડાઈ રોકવા માટે કોશિશ કરી પરંતુ તેઓ લડાઈ રોકી શક્યા નહીં. 


અત્રે જણાવવાનું કે આ લડાઈનું કારણ એક લવ લેટર છે જ્યાં બોયફ્રેન્ડને સંદેશ મોકલવા મુદ્દે બે છોકરીઓની એક છોકરી સાથે લડાઈ શરૂ થઈ ગઈ હતી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube