Viral Video : બિહારમાં ધોળા દિવસે સગીરાના કપડાં ફાડીને છેડતી, ચારની ધરપકડ
આ મામલામાં સંડોવાયેલા છે સાત-સાત યુવાનો
જહાનાબાદ : બિહારના જહાનાબાદમાં એક સગીર છોકરીની સાત છોકરાઓ છેડતી કરી રહ્યા હોય એવો વીડિયો વાઇરલ થયો છે. માનવતા પર કાળી ટીલી લગાવતા આ વીડિયોમાં હેવાનોથી બચવા માટે છોકરી તમામ સંભવિત પ્રયાસ કરી રહી છે અને બુમો પાડીપાડીને બચવા માટે મદદ પાડી રહી છે. જોકે આમ છતાં છોકરાઓ પીડિત છોકરીના કપડાં ફાડવાના પ્રયાસ કરતા નજરે ચડે છે.
J-Kના ડેપ્યુટી સીએમ બનતા જ કવિંદર ગુપ્તાએ કઠુઆ ગેંગરેપ કેસ મામલે આપ્યું મોટું નિવેદન
આ પરિસ્થિતિ ત્યારે હદ વટાવી ગઈ જ્યારે લોકો છોકરીને બચાવવાને બદલે પોતાના મોબાઇલમાં વીડિયો બનાવવા લાગે છે. આ વીડિયોમાં એક બાઇક નજરે ચડે છે જેના પર જહાનાબાદુનો રજિસ્ટ્રેશન નંબર હતો. આ વાઇરલ વીડિયોમાં લડકી જહાનાબાદના એક ગામનું નામ લે છે. આ વીડિયો વાઇરલ થતા જ જહાનાબાદ પોલીસ તપાસમાં લાગી હતી અને બાઇકના રજિસ્ટ્રેશન નંબરના આધારે માલિકની શોધ ચલાવી હતી. આ બાઇકનો માલિક કાકો થાનાના સિહટી ગામનો રહેવાસી હતી. ગામમાં તપાસ કરવાથી માહિતી મળી કે આ બાઇકનો માલિક છેલ્લા ત્રણ વર્ષથી પટણામાં રહેતો હતો.
આ વાઇરલ વીડિયોની તપાસ માટે જહાનાબાદના એસપી મનીષ કુમારના નેતૃત્વમાં એસઆઇટીનું ગઠન કરવામાં આ્વ્યું છે અને ગ્રામીણોની પૂછપરછ પછી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં કુલ સાત અજ્ઞાત લોકો પર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલામાં એસપીએ જણાવ્યું છે કે હજી આ ઘટના ક્યાં બની છે એ વાતની પુષ્ટિ નથી થઈ.