Video Viral: બુઢ્ઢાની જુવાની પાછી આવી.. 65 વર્ષનો પુરુષ થોડીવારમાં થઈ ગયો 35 વર્ષનો, 100 લાખથી વધુ વખત જોવાયો આ વીડિયો
Video Viral: Instagram પર એક Video તેજી થી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકો આ Video ને જોઈ ચૂક્યા છે. આ વિડીયો એટલા માટે વાયરલ થઈ રહ્યો છે કે તેમાં એક વૃદ્ધ વ્યક્તિનું એવું મેકઓવર કરવામાં આવ્યું છે કે તે ગણતરીની મિનિટોમાં 65 વર્ષમાંથી 35 વર્ષનો હોય તેવો દેખાવા લાગ્યો.
Video Viral: કોઈપણ વ્યક્તિનો આત્મવિશ્વાસ વધારવો હોય તો તેમાં તેનો દેખાવ મહત્વનું યોગદાન આપે છે. આવા જ મેકઓવર અને દેખાવને બદલતો એક Video હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. Instagram પર એક Video તેજી થી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકો આ Video ને જોઈ ચૂક્યા છે. આ વિડીયો એટલા માટે વાયરલ થઈ રહ્યો છે કે તેમાં એક વૃદ્ધ વ્યક્તિનું એવું મેકઓવર કરવામાં આવ્યું છે કે તે ગણતરીની મિનિટોમાં 65 વર્ષમાંથી 35 વર્ષનો હોય તેવો દેખાવા લાગ્યો. આ Video જોઈને તમારું મગજ પણ ચકરાવે ચઢી જશે.
આ પણ વાંચો: જીવનમાં સફળ અને સમૃદ્ધ થવું હોય તો આ 5 Negative વાતો ક્યારેય ન બોલવી, બદલી જશે જીવન
Video માં જોઈ શકાય છે કે એક હેર સ્ટાઇલિશ 65 વર્ષના વૃદ્ધ વ્યક્તિને મેકઓવર માટે લઈ જાય છે. 65 વર્ષના વ્યક્તિના માથા પર વાળ પણ નથી અને ચહેરા પર પણ વૃદ્ધત્વની અસર દેખાવા લાગી છે. હેર સ્ટાઈલ વૃદ્ધ વ્યક્તિના ચહેરા પર એક ક્રીમ લગાવે છે અને પછી તેનું મેકઓવર શરૂ કરે છે. મેકઓવર શરૂ થયાની થોડી જ મિનિટોમાં 65 વર્ષનો વૃદ્ધ 35 વર્ષનો હોય તેવો દેખાવા લાગે છે. 65 વર્ષનો વૃદ્ઘ વ્યક્તિ પણ અરીસામાં પોતાને જોઈને ખુશ થઈ જાય છે. આ વીડિયોને 100 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Hair Care:રાત્રે સૂતા પહેલા કરી લો બસ આટલું સરળ કામ, સવારથી જ વાળ તૂટવાનું ઓછું થશે
Video જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. આ વિડીયો પર લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે કોઈ વ્યક્તિ બદસુરત નથી હોતી બસ તે ગરીબ હોય છે... તો કેટલાક લોકો મેકઓવર નો ખર્ચ પૂછી રહ્યા છે. કેટલાક યુઝર કોમેન્ટ કરીને એવું પણ લખી રહ્યા છે કે તે પોતાના પિતાનો પણ આવો મેકઓવર કરાવવા માંગે છે.
Video જોઈને કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે વૃદ્ધ વ્યક્તિ અને યુવાન વ્યક્તિ 2 અલગ છે. તેમણે જણાવ્યું કે જે વૃદ્ધ વ્યક્તિ હતો તેની ગરદન પર પણ કરચલીઓ હતી જે મેકઓવર પછી દેખાતી નથી. એટલે કે જે વૃદ્ધ વ્યક્તિ દેખાડવામાં આવ્યો હતો તે અલગ છે અને 35 વર્ષનો જે યુવાન છે તે અલગ વ્યક્તિઓ છે. જોકે આ વિડીયો જોઈને એ વાત પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ખરેખર આ ટ્રાન્સફોર્મેશન છે કે પછી વાયરલ થવા માટે કોઈએ નકલી વિડીયો બનાવ્યો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)