• પૂર્વ નૌસેના અધિકારી હરિંદર સિંહ સિક્કાએ આવીડિયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ શેર કર્યો

  • વીડિયોમાં આ બાળક પોતાની માતાને કહી રહ્યો છે કે, તેના લગ્ન કરાવી દો


ઝી મીડિયા/બ્યૂરો :સોશિયલ મીડિયા (Social Media) મનોરંજનનું એક માધ્યમ બની રહ્યું છે. અહીં રોજ નવા વીડિયો વાયરલ (Viral Video) થતા રહે છે. હવે જ્યારે 6 વર્ષના બાળકનો ફની વીડિયો (Funny Video) એ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ વીડિયોમાં 6 વર્ષના એક બાળકની વાત સાંભળીને તમને હસવાનું આવી જશે. પૂર્વ નૌસેના અધિકારી (Former Navy Officer) હરિંદર સિક્કાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ (Twitter) પર બાળકનો એક ફની વીડિયો (Kids Video) શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાળકને છે દુલ્હનની શોધ
પૂર્વ નૌસેના અધિકારી (Former Navy Officer) હરિંદર સિંહ સિક્કાએ આવીડિયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ને પણ શેર કર્યો છે. તેમાં તેમણે કેપ્શન આપી છે કે, યુવા પાંડેજી 6 વર્ષના છે. તેઓ સ્માર્ટ, હેન્ડસમ, ગુડ લુકિંગ, બુદ્ધિમાન અને નિશ્ચિત રૂપથી પપ્પુ નથી. સ્માર્ટ ફોન તેમના રમકડા છે. તેની વાત તર્ક પર આધારિત છે. તેઓ યોગ્ય પાત્રની શોધમાં છે. 


આ પણ વાંચો : પિતાએ બોરની ખેતીની રાહ ચીંધી, અને દીકરો તેને લાખોની કમાણી સુધી લઈ ગયો  


વીડિયોમાં આ બાળક પોતાની માતાને કહી રહ્યો છે કે, તેના લગ્ન (Marriage Proposal Video) કરાવી દો. તેને એક પાર્ટનર  (Partner) મળી જશે, જે તેની માતાને કામમાં મદદ કરશે અને તેની સાથે ગેમ પણ રમશે. 



સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
વીડિયોમાં બાળક કહી રહ્યો છે કે, હાલ તો આપણો ત્રણ લોકોનો પરિવાર છે. લગ્ન બાદ તે ચાર થઈ જશે. તે પત્ની સાથે છૂપાછૂપ (Hide & Seek) પણ રમવા માંગે છે. તેના પરિવારમાં અન્ય કોઈ સદસ્ય ન હોવાથી તે કોઈના સાથે રમી શક્તો નથી. તેની માતાએ બાળકની આ બધી વાતો રેકોર્ડ કરી લીધી હતી. બાદમાં આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.


બાળકની માસુમિયત પર માતા હસે પણ છે અને સતત તેને સવાલો પૂછીને તેના મનની વાતો જાણવાનો પ્રયાસ પણ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.