હાલના સમયમાં લોકોને રીલ બનાવવાનો ગાંડો ક્રેઝ જોવા મળી રહ્યો છે જેના કારણે તેઓ પોતાના જીવ પણ જોખમમાં મૂકતા ખચકાતા નથી. ફોલોઅર્સ વધારવાની લ્હાયમાં ખતરનાક જગ્યાઓ પર રીલ બનાવવા માટે પહોંચી જાય છે અને પછી જીવ જોખમાય છે. થોડા સમય પહેલા જ રીલ બનાવવાના ચક્કરમાં એક છોકરી કાર સાથે ખાઈમાં પડી ગઈ હતી. હવે રીલ બનાવવાનો આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેણે બધાના હોશ ઉડાવી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે પડ્યું રીલ બનવાવવું
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ રેલવે બ્રિજ પર ચડ્યું છે અને ત્યાં રીલ બનાવવા લાગ્યું. પરંતુ અચાનક ત્યાં ટ્રેન આવી ગઈ અને થોડે દૂર ઉભેલા લોકો બૂમાબૂમ કરવા લાગ્યા. જેવી કપલની નજર આ ટ્રેન પર પડી કે તેઓ ગભરાઈ ગયા અને ઉતાવળમાં સીધા પુલ પરથી છલાંગ લગાવી બેઠા. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. એવું કહેવાય છે કે આ વીડિયો રાજસ્થાનના પાલીનો છે. કપલને ખુબ ઈજા થઈ છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે. અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. 



ગોરમઘાટનો વીડિયો?
આ વાયરલ વીડિયો રાજસ્થાના પાલી જિલ્લામાં આવેલા મિની કાશ્મીર તરીકે ઓળખાતા ગોરમઘાટનો હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ મુજબ દર્દનાક અકસ્માતમાં પતિ રાહુલને સોજતથી જોધપુર રેફર કરાયો છે. બાગડીના કલાલ પિપલિયા રહીશ રાહુલ પત્ની જ્હાન્વી અને સાળી અને સાઢુભાઈ સાથે ગોરમઘાટ ફરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ગોરમઘાટ રેલવે બ્રિજ પર સેલ્ફી લેવા માટે વચ્ચે રોકાઈ ગયા. જ્યારે સાળી અને તેનો પતિ આગળ વધ્યા. ચોમાસામાં અરાવલીની વાદીઓમાં હરિયાળી છવાઈ જાય છે. આવામાં પહાડી વિસ્તાર ગોરમઘાટનો નજારો જોવા જેવો હોય છે અને આ જ કારણે લોકોની અવરજવર વધી જાય છે. 


રીલ બનાવવાનો શોખ કેટલો ભારે પડી શકે છે તે આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ ભયાનક વીડિયોને @SachinGuptaUP નામના વ્યક્તિએ એક્સ પર શેર કર્યો છે. ગણતરીની પળોમાં આ વીડિયોને હજારો લોકોએ જોયો છે.