નવી દિલ્હીઃ દેશમાં અત્યારે પશ્ચિમ અને ઉત્તર ભારત કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, લોકો પ્રવાહીનું ભરપૂર સેવન કરી રહ્યા છે. આવી ગરમીથી બચવા માટે લોકો જાત-જાતના ઉપાય અજમાવી રહ્યા છે અને કેટલાક લોકો નવા-નવા અખતરાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે કે, તેને જોયા બાદ હસી-હસીને પેટ દુખી જતું હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવો જ એક હાસ્યાસ્પદ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ભયંકર ગરમીથી પરેશાન પોતાના પતિને ઠંડક આપવા માટે એક પત્નીએ માથામાં લગાવવાના નવરત્ન તેલમાં ભજીયા તળીને તેના પતિને ખવડાવ્યા છે. 


80 લાખ વખત જોવાયો વીડિયો
એક પત્નીના તેના પતિ પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિનો આ વીડિયો સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થયો છે કે, અત્યાર સુધી 80 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....