બોરિસ જોનસન સાથે થયેલી બેઠકમાં PM મોદીએ ઉઠાવ્યો નીરવ મોદી અને વિજય માલ્યાનો મુદ્દો
પીએમ મોદીએ આગળ કહ્યુ- અમે 2030 સુધી દ્વિપક્ષીય વ્યાપારને ડબલથી વધુ કરવાના લક્ષ્યની સાથે એફટીએના રોડમેપના રૂપમાં એક વ્યાપાર ભાદીદારીને શરૂ કરવાનું સ્વાગત કર્યુ.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન વચ્ચે વર્ચ્યુઅલ સમિટ યોજાઇ હતી. પીએમ મોદીએ કહ્યુ કે, બ્રિટનના પીએમ જોનસન સાથે સંમેલન સાર્થક રહ્યુ. તેમણે કહ્યું કે, આ દરમિયાન ભારત-યૂકેના સંબંધોને વધારીને વ્યાપક સામરિક ભાગીદારી કરવા માટે મહત્વકાંક્ષી રોડમેપ 2030 અપનાવવામાં આવ્યો છે.
પીએમ મોદીએ આગળ કહ્યુ- અમે 2030 સુધી દ્વિપક્ષીય વ્યાપારને ડબલથી વધુ કરવાના લક્ષ્યની સાથે એફટીએના રોડમેપના રૂપમાં એક વ્યાપાર ભાદીદારીને શરૂ કરવાનું સ્વાગત કર્યુ. અમે સ્વાસ્થ્ય, ટેક્નોલોજી, ઉર્જા વગેરેમાં ઘણી નવી પહેલ પર સહમતિ વ્યક્ત કરી. પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યુ કે, આ દરમિયાન બ્રિટિશ પીએમની સાથે કોવિડ-19 મહામારી પર સહયોગને લઈને ચર્ચા થઈ. સાથે પેરિસ જલવાયુ સમજુતિના મહત્વકાંક્ષી લક્ષ્યને લઈને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube