Exclusive: રામ મંદિર અંગે સુપ્રીમ ઢીલુ વલણ દાખવશે તો સંતોના આદેશ પર લડાઇ
વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્ક્ષ આલોક કુમારે Zee News સાથેની ખાસવાતચીતમાં રામ મંદિર મુદ્દે ખુલીને વાત કરી હતી
નવી દિલ્હી : અયોઘ્યામાં વિવાદિત સ્થળના માલિકી હકનાં કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનવણીની બરોબર પહેલા વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે Zee News Digitalના ઓપીનિયર એડિટર પીયૂખ બબેલેએ ખાસ વાતચીતમાં રામ મંદિર મુદ્દે, અમેરિકા દ્વારા વિહિપને ધાર્મિક આતંકવાદી સંગઠન જાહેર કરવા અને વિહિપથી પ્રવીણ તોગડિયાની વિવાદિત વિદાઇ અંગે વિસ્તારથી ચર્ચા કરી. રજુ છે ખાસ અંશ :
સવાલ : અયોઘ્યામાં વિવાદિત સ્થળના માલિકી હકના કેસની સુનવણી ટુંકમાં જ શરૂ થશે, તેને તમે કયા સ્વરૂપે જોઇ રહ્યા છો ?
જવાબ : અમે આશા વ્યક્ત કરી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટ આ મુદ્દે ઝડપથી સાંભળશે. ઇતિહાસનું દુર્ભાગ્ય છે કે આ કેસ કોર્ટમાં એટલા વર્ષો ચાલી ગયો. જો સુપ્રીમ કોર્ટ ઝડપથી સુનવણી કરશે તો સારૂ થશે. અમારા વકીલોનું કહેવું છે કે વિશ્વ હિંદુ પરિષદનો કેસ એટલે કે રામલલાનો કેસ ખુબ જ મજબુત છે. અમે લોકો વિજયી થશે, એવો અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ. જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય ટુંકમાં જ આવે છે તો બાકી તમામ કાયદાઓ બાધાઓ પાર કરીને આ વર્ષના અંત સુધી મંદિરનું નિર્માણ ચાલુ કરવામાં આવી શકે છે.
સવાલ : તમે મંદિર નિર્માણની વાત કરી રહ્યા છો, પરંતુ દેશની મોટાભાગનાં રાજનૈતિક દળ એમ જ કહેતા રહે છે કે આ અંગે તેઓ સુપ્રીમ કોર્ટનાં નિર્ણયનું સન્માન કરશે ? બીજી તરફ બાબરી મસ્જીદ તોડી પાડવા અંગે ગુનાહિત કેસ હાલ ચાલી રહ્યો છે. એવામાં મંદિર નિર્માણ કઇ રીતે થશે ?
જવાબ : બંન્ને કેસને આંતરિક રીતે કોઇ સંબંધ નથી. કોઇએ કહ્યું પણ નહી કે કોઇ સંબંધ છે. તેઓ કેટલાક લોકો વિરુદ્ધ ગુનાહિત કેસ છે. તેઓ માલિકીનો કેસ છે. અને જો તે નિશ્ચિત થયું કે માલિકી રામલલાનો છે, તો મંદિરનું નિર્માણ ચાલુ થઇ જશે.
સવાલ : કહેવાઇ રહ્યું છે કે કોર્ટમાં રોજીંદી સુનવણી થશે, રોજિંદી સુનવણીનો અર્થ શું રોજ સુનવણી થાય છે ?
જવાબ : રોજીંદીનો અર્થ છે કે અઠવાડીયામાં ઓછામાં ઓછી ત્રણ દિવસ સુનવણી. જો એમ થાય છે તો સપ્ટેમ્બર સુધી ચુકાદો આવી શકે છે.
સવાલ : તમે વિહિપનાં નેતા હોવાની સાથે જ સુપ્રીમ કોર્ટનાં વકીલ પણ છે. તમને શું લાગે છે કે નિર્ણય ક્યા સુધીમાં આવશે ?
જવાબ : મારી આ પરિસ્થિતી એસેસમેન્ટ છે. શક્ય છેકે જુલાઇના અંત સુધીમાં સુનવણી ચાલુ થઇ જાય. જો સુપ્રીમ કોર્ટમાં ટુંકમાં જ સુનવણી ચાલુ નહી થાય તો વિશ્વ હિંદૂ પરિષદ સંતોની પાસે જશે. તેમની સલાહ માંગશે અને જેવો તે આદેશ આપશે તે પ્રકારે લડાઇ અથવા કામ આગળ ચાલશે.
સવાલ : જો તમને યાદ હોય તો હાલમાં જ અયોધ્યામાં સંતોએ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કહ્યું કે હવે તો નગર નિગમથી માંડીને વડાપ્રધાન સુધી ભાજપની સરકાર છે. મંદિર નિર્માણ હાલમાં નહી થાય તો ક્યારે થશે ?
જવાબ : હું તે સ્વિકારૂ છું કાયદા પણ અમારા પક્ષમાં છે. એટલા માટે હુ વારંવાર કહી રહ્યો છું કે સુપ્રીમ કોર્ટ ઝડપી સુનવણી કરીને ચુકાદો આપે. મને વિશ્વાસ છે કે બાધાઓને દુર કરતા આ વર્ષના અંતમા અમે ત્યાં મંદિરનું નિર્માણ ચાલુ કરી શકીશું.
સવાલ : આ કેસને 60-70 વર્ષ થઇ ચુક્યા છે. જો સુનવણીમાં બે-ચાર વર્ષ વધારે થશે તો ?
જવાબ : બે-ચાર વર્ષ રોકાવા માટે કોઇની પાસે સમય નથી. જો સુપ્રીમ કોર્ટ આ મુદ્દે સુનવણી ઝડપી નહી કરે તે, પોતાના કર્તવ્યમાં પાછુ પડે છે તો અમે સંતો પાસે જઇશું. સંત જેવો આદેશ આપશે તેમ કરીશું. જરૂરિયાત પડી તો સાંસદો પાસે પણ જઇશું. તેમને કહીશું કે સુપ્રીમ કોર્ટ ચુકાદો નથી આપી રહી પરંતુ તમે કાયદો બનાવીને મંદિર બનાવો. રામ મંદિરનું નિર્માણ ટળવાનું નથી.
સવાલ : આ અંગે વડાપ્રધાન અથવા સરકાર સાથે તમે કોઇ વાત કહી છે અથવા કોઇ સંવાદ થયો છે ?
જવાબ : જે લોકો સરકારમાં છે, તેમની સાથે અમારી મુલાકાતો થતી રહે છે. દેશના માટે સૌથી શ્રેષ્ઠ રહેશે કે સુપ્રીમ કોર્ટ સુનવણી કરે, ટાળો નહી અને નિર્ણય કરો. સુપ્રી કોર્ટના નિર્ણય સંભળાવશે તો રાજનીતિક દળ પણ તેનાં વિરોધમાં ઉભેલા હશે. આજ દેશનું વાતાવરણ પણ એવું છે કે શાંતિથીઆ મંદિર બને.
સવાલ : તમે જણાવ્યું કે જો સુપ્રીમ કોર્ટ ઢીલુ વલણ દાખવે છે તો તો અમે સાંસદોની પાસે જઇશું.. સંતો પાસે જઇશું. શું તમને સુપ્રીમ કોર્ટ પર ભરોસો નથી ? અને માની લો કે કોર્ટની પ્રક્રિયામાં સમય લાગે છે તો શું તેઓ શાંત શબ્દોમાં તમારી ધમકી છે ?
જવાબ : નહી, જે મુદ્દાઓમાં સુપ્રીમ કોર્ટને જરૂર લાગે છે તો તેમનાં મુદ્દે તેઓ અડધી રાત્રે પણ સુનવણી કરે છે. અમે તો એવી માંગ કરી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટ સમજે કે આ કેટલો નાજુક મુદ્દો છે અને તેઓ આ સમજશે. એટલા માટે આ ધમકી નથી. અમે તેમને તેમના કર્તવ્ય પાલનની અપેા કરી રહ્યા છીએ.
સવાલ : પ્રવીણ તોગડિયા લાંબા સમય સુધી વિહિપનો ચહેરો રહ્યા. હવે તમે તે પદ પર બેઠા છો. નવા નેતૃત્વની પાસે શું એજન્ડા છે ?
જવાબ : વિશ્વ હિંદુ પરિષદનું નેતૃત્વ બદલાયું છે, એજન્ડા નથી બદલાયું. જો મને પુછવામાં આવે કે રામ જન્મભૂમિ ઉપરાંત બીજો કયો મુદ્દો છે, તો હૂં કહીશ કે સામાજિક સમરસતા. અનુસૂચિત સમાજનાં લોકોની સાથે ભીમા કોરેગાંવ અને આ પ્રકારની બીજી ઘટનાઓમાં મુસલમાનોની, કમ્યુનિસ્ટોની પ્રત્યક્ષ ઉપર્શિતિ જોવા મળી. તે પણ સાચુ છે કે આઝાદી બાદ પણ અત્યાર સુધી અમારા અનુસૂચિત સમાજનો મોટો હિસ્સો આર્થિક - સામાજિક અને શૈક્ષણિક સ્તર પર પછાત છીએ. આ અંગે અમે સહભોજ અને મંદિર એન્ટ્રી દ્વારા આગળ વધવું પડશે. સેવા કાર્ય ઝડપથી કરી આ અંતર ઘટાડવાનો પ્રયાસ કરીશું.
સવાલ : તમે દરેક દલિત વ્યક્તિને સન્માન અપાવવાની વાત કરી રહ્યા છો. તમે કદાચ ગત્ત દિવસોની ઘટના સાંભળી હશે, જે દેશના મહામહિન રાષ્ટ્રપતિ સાથે થયું. એવામાં પરિસ્થિતી કઇ રીતે સુધરશે ?
જવાબ : આ ઘટનાના અલગ - અલગ વર્ઝન છે. રાષ્ટ્રપતિની સાથે જે કાંઇ પણ થાય છે તો હું તેટલો જ પરેશાન થઉ છું, જેટલા આહત અનૂસૂચિત વર્ગના કોઇ દુલ્હાને ઘોડીમાંથી ઉતારવા અંગે સાંભળું છે. સાધારણથી સાધારણ દલિત વ્યક્તિની સાથે આવી ઘટનાઓ દેશના માનસ પર અસર કરે છે.
સવાલ : વિહિપ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, એવામાં અફઘાનિસ્તામાં જે પ્રકારે ગત્ત દિવસોમાં ઘણા શિખ આતંકવાદી હૂમલામાં મૃત્યુ પામ્યા, તે અંગે તમારી પ્રતિક્રિયા ?
જવાબ : ત્યાં મૃત્યુ પામેલા શિખો ઉપરાંત હિંદૂઓ પણ હતા. આ પ્રકારની ઘટનાઓ ખુબ જ દુખદ છે. તેમ છતા પણ તે બાબતનો સંતોષ છે કે, અફઘાનિસ્તાનની સરકાર અને જનતા અમારી સાથે આવીને ઉભી છે. અકાલી દળનાં પ્રદર્શન દરમિયાન અફઘાન ડિપ્લોમેટ બહાર આવ્યા અને પ્રદર્શનકર્તાઓનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે અમે તમારી સાથે ઉભા છીએ. અફઘાનિસ્તાનનાં રાજદૂતે પણ પ્રતિનિધિઓને અંદર બોલાવીને ચર્ચા કરી. પાકિસ્તાનનાં સમર્થનથી થઇ રહેલી આતંકવાદી ઘટનાઓ સમગ્ર વિશ્વનાં સભ્ય સમાજ માટે પડકાર છે. પાકિસ્તાન પોતાનાં દેશમાં અને અફઘાનિસ્તામાં જે થઇ રહ્યું છે, તે આતંકવાદ સમગ્ર વિશ્વ માટે ઘાતક છે.
સવાલ : તમે પાકિસ્તાનના આતંકવાદની વાત કરી. બીજી તરફ અમેરિકન એજન્સી સીઆઇએ એ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળને જ ધાર્મિક આતંકવાદી સંગઠનની યાદીમાં નાખી દીધું છે. તેનો કોઇ મુખ્ય વિરોધ તમારી તરફથી નથી આવ્યો ?
જવાબ : તમે કહ્યું હતુ કે મુખર અવાજ નથી સાંભળ્યો. તેનો અર્થ છે કે અમે આતંકવાદી નથી. એવું છે કે પશ્ચિમનો એક ક્રિશ્યિન પૂર્વાગ્રહ છે, હિંદુઓ પ્રત્યે. તેમાં એવી દુર્ઘટનાઓ થતી રહે છે. સીઆઇએ અહીં મુકે કે તહી મુકે એની અમને એટલી ચિંતા નથી. ભારત સરકાર પોતાનાં ડિપ્લોમેટિક ચેનલ દ્વારા આ વાતને આગળ કરે. અમેરિકાએ એવું કર્યું છે તો બધા જ જાણે છે કે એવું યોગ્ય નથી. આ વાતને વધારે મહત્વ આપવાની જરૂર નથી.
સવાલ : તમે ભલે કહી રહ્યા હો કે તમે રાજનૈતિક નહી પરંતુ એક સામાજિક સંગઠન છો, પરંતુ રાજનીતિક સક્રિયતા કોઇથી છુપી નથી. 2019ની ચૂંટણીમાં તમારી શું ભુમિકા હશે ?
જવાબ : હાલ તો કંઇ પણ કહેવું મુશ્કેલ છે કે શું થશે. વિહિપ ચુંટણીમાં ભાગ નહી લે. વિહિપ કાર્યકર્તા નાગરિકો હોવાના કારણે પોતાના કર્તવ્યોનું પાલન કરશે. તેમાં તેમણે વિચાર કરવો જોઇએ કયુ દળ હિન્દુત્વનું પક્ષધર છે. તેમનાં પ્રત્યે સમર્થન એકત્ર કરવામાં કોઇ જ સંકોચ નથી.
સવાલ : ચાર વર્ષમાં મોદી સરકારને હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દે કેટલા પોઇન્ટ આપશો
જવાબ : મોદી સરકારનું ઇવૈલ્યુએશન અમારો એજન્ડા નથી. આ અંગે મારે કાંઇ પણ કહેવું નથી.
સવાલ : તોગડિયા લાંબા સમય સુધી આ પદ પર રહ્યા જે પદ પર તમે બેઠા છો. અચાનક આ પ્રકારે વિહમાંથી તેમની હકાલપટ્ટી શું યોગ્ય છે ?
જવાબ : તેમનો નિકાલો નથી. તેમણે ચૂંટણી લડાવડાવી અને તેમનો વ્યક્તિ ચૂંટણી હારી ગયો. તેમણે 10 મિનિટ બાદ પ્રેસના લોકોને કહ્યું કે તેઓ વિહિપમાંથી રાજીનામું આપી રહ્યા છે. જો તેઓ વિહિપમાં જ રહ્યા હોત તો સર્વોચ્ચ સ્થાન પર રહે, આદરણીય રહેત. અમે તેમને કાઢ્યા ક્યાં છે, આ તેમણે જ છુટાછેડા માંગ્યા છે.
સવાલ : પરંતુ તલાક બાદ તેઓ અલગ ઘર વસાવી રહ્યા છે. તેમના નવા સંગઠન સાથે વિહિપનો ટકાર વહી થાય શું
જવાબ : ટકરાવની કોઇ જરૂરિયાત નથી. તેમનું તમામ આંદોલન કોઇ એક વ્યક્તિનાં વિરોધ અને ઇર્ષ્યાથી બંધાયેલું છે. આવુ કામ ચિરંજીવી ન હોઇ શકે.
સવાલ : જો રામ મંદિરનો મુદ્દો ઉકલી જાય છે તો શું મથુરા અને કાશીનો મુદ્દો ચાલુ થશે
જવાબ હાલ સૌથી મહત્વનો મુદ્દો રામ મંદિર છે, ત્યાર બાદ બાકીના વિષયો અંગે વિચાર કરીશું.
સવાલ : રામ મંદિર અંગે કેટલી રાહ જોશો
જવાબ : અમે થોડી રાહ જોવાનાં છીએ, પરંતુ થોડી જ રાહ જોઇશું વધારે નહી.
સવાલ : થોડો એટલે કેટલો, ઓગષ્ટ, સપ્ટેમ્બર, ડિસેમ્બર ક્યા સુધી
જવાબ : હવે એવી સ્થિતી છે કે સાંભળીશું. જો હજી પણ સુપ્રીમ કોર્ટ નહી સાંભળે તો અમે માનીશું કે તેમના દ્વારા પોતાના કર્તવ્યનું પાલન નથી થઇ રહ્યો અને ત્યારે સંતોના આદેશ બાદ જે થશે તે અમે નિશ્ચય કરીશું.