રામ મંદિર માટે અનંતકાળ સુધી રાહ જોઇ શકાય નહી સરકાર કાયદો લાવે: વિહિપ
વિહિપના કાર્યાધ્યક્ષ આલોક કુમારે મોદી સરકારને સંસદના શીતકાલીન સત્રમાં આ અંગે કાયદો બનાવવા અપીલ કરી
નવી દિલ્હી : વિશ્વ હિંદૂ પરિષદ (વિહિપ) સોમવારે કહ્યું કે, રામ મંદિરના નિર્માણ માટે કોર્ટનાં ચુકાદાનો અનંતકાળ સુધી રાહ જોઇ શકે નહી. સાથે જ વિહિપે સરકારને રામ મંદિરના નિર્માણ માટેનો માર્ગ મોકળો કરવા માટે કાયદો ઘડવાની અપીલ પણ કરી. વિહિપનાં કાર્યાધ્યક્ષ આલોક કુમારે મોદી સરકારને સંસદના શીતકાલીન સત્રમાં આ અંગે કાયદો બનાવવા માટેની અપીલ કરી.
પાંચ ઓક્ટોબરે સંતોની ઉચ્ચાધિકારી સમિતીની બેઠક થઇ છે, જેમાં એવો નિર્ણય થયો કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની અનિશ્ચિત કાલ સુધી રાહ જોઇ શકાત તેમ નથી. વિહિપના કાર્યાધ્યક્ષે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ફરી એકવાર આ મુદ્દે સુનવણીને ટાળી દીધી છે. એવામાં અમારા વલણને સમર્થન મળે છે કે રામ મંદિરના નિર્માણ માટે અનંતકાળ સુધી રાહ જોઇ શકાય નહી. તેમણે કહ્યું કે, ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે કેન્દ્ર સરકાર કાયદો બનાવે.
આ પણ વાંચો : અયોધ્યા મંદિર કેસની સુનાવણી હવે ક્યારે?
વિહિપના કાર્યાધ્યક્ષનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સુનવણી અંગે અલગથી જાન્યુઆરી સુધી આગળ વધારી દીધી. કુમારે કહ્યું કે, રામ મંદિરના નિર્માણ માટે જનમતની પહેલ કરતા વિહિપ તમામ રાજ્યનાં રાજ્યપાલોને અરજી સોંપી રહ્યા છે. ત્યાર બાદ નવેમ્બર મહિનામાં સમગ્ર દેશમાં વિહિપ કાર્યકર્તાઓ ક્ષેત્રની જનતા સાથે પોતાનાં સાંસદો અને જનપ્રતિનિધિઓને મળશે અને રામ મંદિરના નિર્માણ માટે કાયદો લાવવા માટે સરકાર પર દબાણ લાવશે.
આ પણ વાંચો : ડિસેમ્બરમાં પુન: વિચાર અરજી લાવીશ...
વિહિપે કહ્યું કે, ડિસેમ્બર મહિનામાં રામ મંદિરના નિર્માણ માટે સમગ્ર દેશનાં મહત્વના ધાર્મિક સ્થળો પર યજ્ઞ, પુજા અને અનુષ્ઠાનો કરવામાં આવશે. આલોક કુમારે કહ્યું કે, ત્યાર બાદ અમે પ્રયાગમાં કુભ દરમિયાન 31 જાન્યુઆરીથી ફેબ્રુઆરીના પહેલા અઠવાડીયા સુધી આયોજીત થનારી ધર્મ સંસદમાં સ્થિતીની સમીક્ષા કરીશું અને આગળની રણનીતિ નક્કી કરીશું.