નવી દિલ્હી: વર્ષ 1931માં આજના દિવસે 26 જૂનના રોજ ભારતના આઠમા વડાપ્રધાનમંત્રી વિશ્વનાથ પ્રતાપ સિંહનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દેવામાં આવ્યું છે. વી.પી.સિંહ 2 ડિસેમ્બર 1989 થી 10 નવેમ્બર 1990 વચ્ચે લગભગ 11 મહિના સુધી વડાપ્રધાનમંત્રી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં તે રાજીવ ગાંધીની સરકારમાં દેશના રક્ષા મંત્રી અને નાણામંત્રી પણ હતા. પરંતુ રક્ષા કરારમાં દલાલીના આરોપ લગાવીને તેમને રાજીનામું આપ્યું હતું. તમને જણાવી દઇએ કે કે 9 જૂન 1980થી 28 જૂન 1982 સુધી વી.પી. સિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ રહ્યા હતા. પછી 29 જાન્યુઆરી 1983ના રોજ તેમને કેન્દ્રીય વાણિજ્ય મંત્રીનો પદભાર સંભાળ્યો. ત્યારબાદ તે રાજ્યસભાના સાંસદ પણ  બન્યા. 


પછી ડિસેમ્બર 1984ના રોજ વીપી સિંહે ભારતના નાણામંત્રીના રૂપમાં શપથ લીધી. તેમણે ભારતીયો દ્વારા વિદેશી બેંકોમાં ધન જમા કરાવવાની તપાસ માટે ફેયરફેક્સની મદદ કરી હતી. એપ્રિલ 1987માં પહેલીવાર સ્વીડને બોફોર્સ તોપ સોદામાં સમાચાર પ્રકાશિત કર્યા હતા. તેમાં રાજીવ ગાંધીનું પણ નામ સામે આવ્યું હતું. 


સંસદમાં જઇને હંગામો થયો. વીપી સિંહે પણ આ મુદ્દાને ઉઠાવવામાં કોઇ કસર છોડી ન હતી. પરિણામે કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી સસ્પેંડ કરી દીધા. આ ઘટના બાદ રાજીવ ગાંધીની સરકાર પણ વધુ ચાલી અન શકી અને ઢળે પડી. પછી વર્ષ 1989ની લોકસભાની ચૂંટણીમાં તેમણે ભાજપ અને લેફ્ટ પાર્ટીઓની મદદથી કેન્દ્રની સત્તા પ્રાપ્ત કરી અને વડાપ્રધાન બન્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube