વી.કે.સિંઘ બોલ્યા, ‘પુલવામાના ગુનેગારોને સજા આપવા યોગ્ય સમય અને સ્થળ અમે પસંદ કરીશું’
પુલવામા આતંકી હુમલા પર કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે.સિંહે કહ્યું કે, આતંકવાદની વિરુદ્ધ હવે જે પણ રણનીતિ બનાવવામાં આવશે, તે પ્રભાવી હશે. પૂર્વ સેના પ્રમુખે કહ્યું કે, પુલવામાં હુમલાના ગુનેગારોને સજા મળશે. આતંકીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમે યોગ્ય જગ્યા અને યોગ્ય સમય પસંદ કરીશું. જનરલ વી.કે.સિંહે ઝી મીડિયાની સાથે એક્સક્લુસિવ વાતચીતમાં કહ્યું કે, આ ઘટના બાદ વિપક્ષ પ્રયાસોમાં છે કે, તે ભૂલો કાઢવામાં લાગ્યું છે. તેમણે કહ્યું કે, વિપક્ષને શાંતિની સાથે સૈનિકો અને કેન્દ્રનો સાથ આપવો જોઈએ. ન કે હલકી વાતો અને છીંદા કાઢવા જોઈએ.
મોહિત પી. શર્મા/સિમલા : પુલવામા આતંકી હુમલા પર કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે.સિંહે કહ્યું કે, આતંકવાદની વિરુદ્ધ હવે જે પણ રણનીતિ બનાવવામાં આવશે, તે પ્રભાવી હશે. પૂર્વ સેના પ્રમુખે કહ્યું કે, પુલવામાં હુમલાના ગુનેગારોને સજા મળશે. આતંકીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમે યોગ્ય જગ્યા અને યોગ્ય સમય પસંદ કરીશું. જનરલ વી.કે.સિંહે ઝી મીડિયાની સાથે એક્સક્લુસિવ વાતચીતમાં કહ્યું કે, આ ઘટના બાદ વિપક્ષ પ્રયાસોમાં છે કે, તે ભૂલો કાઢવામાં લાગ્યું છે. તેમણે કહ્યું કે, વિપક્ષને શાંતિની સાથે સૈનિકો અને કેન્દ્રનો સાથ આપવો જોઈએ. ન કે હલકી વાતો અને છીંદા કાઢવા જોઈએ.
વી.કેસિંહે કહ્યું કે, દેશમાં ઘણા એવા લોકો છે, જે આપણી આઝાદીનો દુરુપયોગ કરે છે અને અંગત તથા રાજનીતિક ફાયદા માટે દેશને વહેંચવા માંગે છે. તેમણે કહ્યું કે, દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ પણ પોતાના દેશને ગાળો નથી ભાંડતા. પરંતુ ભારતમાં અનેક તત્ત્વો પોતાના દેશને ગાળો આપે છે અને સમય આવી ચૂક્યો છે કે, આવા લોકો પર કાર્યવાહી કરવામાં આવે.
આ પહેલા પુલવામા આતંકી હુમલા બાદ 15 ફેબ્રુઆરીના રોજ તેમણે કહ્યું હતું કે, ગુસ્સો સૌની અંદર છે, મારી અંદર પણ છે. પરંતુ ગુસ્સામાં દરેક ચીજ જલ્દી-જલ્દીમાં ન કરવી જોઈએ. મને દેશના નેતૃત્વ પર પૂરતો ભરોસો છે કે યોગ્ય સમય પર અને યોગ્ય જગ્યા પર જવાબ આપવામાં આવશે.
પુલવામાની નજીક અવંતીપુરામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.