Twitter પર આ કેન્દ્રીય મંત્રીએ કરી મદદની માગ: કહ્યું પ્લીઝ કોઈ હેલ્પ કરો, કોરોનામાં મારા ભાઈને નથી મળી રહ્યો બેડ
સામાન્ય માણસોની સાથો-સાથ હવે સરકારના મંત્રીઓ અને સંત્રીઓ પણ ફફડી રહ્યાં છે. એ જ કારણ છેકે, કેન્દ્ર સરકારના એક મંત્રીને ટ્વીટર પર મદદની માંગ કરવાની નોબત આવી છે એવી વાતો વાયુવેગે સોશલ મીડિયા પર પ્રસરીને લોકોમાં ચર્ચાવા લાગી.
નવી દિલ્લીઃ દેશભરમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. એક વર્ષ સુધી સતત સંઘર્ષ કરવા છતાં કોરોના હવે પોતાના કરતા પણ વધારે ખતરનાક બનીને સામે આવ્યો છે. એવામાં સ્થિતિ એવી ઉભી થઈ છેકે, સામાન્ય માણસોની સાથો-સાથ હવે સરકારના મંત્રીઓ અને સંત્રીઓ પણ ફફડી રહ્યાં છે. એ જ કારણ છેકે, કેન્દ્ર સરકારના એક મંત્રીને ટ્વીટર પર મદદની માંગ કરવાની નોબત આવી છે.
અમે વાત કરી રહ્યાં છીએ કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહની. કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહેના ટ્વીટે હાલ એક પ્રકારે હડકંપ મચાવી દીધો છે. એટલું જ નહીં એમના એક ટ્વીટના કારણે હાલ દેશમાં કોરોનાની સ્થિતિ કેટલી ગંભીર છે તેનો પણ અંદાજો લગાવી શકાય છે. કેન્દ્રીય મંત્રી વી.કે,સિંહે ટ્વીટ કર્યું છેકે, પ્લીઝ કોઈ મદદ કરો, કોરોના કાળમાં મારા ભાઈને કોઈ હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યો. તેમણે પોતાના કોરોના સંક્રમિત ભાઈને હોસ્પિટલમાં ખાટલો અપાવવા માટે ટ્વીટર પર મદદની માંગ કરવાની ફરજ પડી. આ ટ્વીટના કારણે આવી વાતો સોશલ મીડિયામાં અને લોકમુખે ચર્ચાનો વિષય બની ગઈ.
ભારત સરકારના કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે.સિંહે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના ડીએમ, યૂપીના સીએમ યોગી આદિત્યનાથ અને તેની સરકારના સુચના સલાહકાર શલભ મણિ ત્રિપાઠી, નોએડાના ધારાસભ્ય પંકજ સિંહને પોતાની ટ્વીટ ટેગ કરી હતી. જેમાં વી.કે.સિંહે લખ્યું હતુંકે, @dm_ghaziabad Please check this out પ્લીઝ અમારી મદદ કરો. મારા ભાઈને કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં બેડની જરૂર છે. અત્યાર ગાઝિયાબાદમાં બેડની વ્યવસ્થા નથી થઈ રહી.
તેમના આ ટ્વીટ બાદ ગાઝિયાબાદનું સ્થાનિક તંત્ર અને યૂપી સરકાર દોડતી થઈ. જોકે, આ ટ્વીટના કારણે દેશભરમાં એક ચર્ચાનો મુદ્દો ઉભો થયો. કે જો પોતાના સ્વજનની કોરોનાની સારવાર કરાવવા માટે કેન્દ્ર સરકારના મંત્રીને પણ આ પ્રકારે ટ્વીટ પર મદદની માગ કરવી પડતી હોય તો સામાન્ય માણસની આ સ્થિતિમાં શું દશા થતી હશે...આ એક મોટો સવાલ છે. તેથી સરકારના ભરોસે રહેવાને બદલે હાલની સ્થિતિમાં દરેકે પોતે જ પોતાની અને પોતાના પરિવારની સાર-સંભાળ લેવાની અને સાવચેતી રાખવાની જરૂર છે. ઉલ્લેખનીય છેકે, વિવાદને પગલે ટવીટના તુરંત બાદ તેને ચેન્જ કરી દેવામાં આવ્યું. અને સુધારા સાથેનું નવું ટવીટ કરવામાં આવ્યું. અને મંત્રી તરફથી આ ટ્વીટ અંગે સ્પષ્ટતા કરવામાં આવી.